મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નવસારીમાં ભારે વરસાદ વચ્ચે નદીકાંઠાના લોકોને એલર્ટ, લો લેવલ બ્રિજ પાણીમાં ગરક

નવસારી તાપી વલસાડ અને સુરત જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરત ત

નવસારીમાં ભારે વરસાદ વચ્ચે નદીકાંઠાના લોકોને એલર્ટ, લો લેવલ બ્રિજ પાણીમાં ગરક

નવસારી તાપી વલસાડ અને સુરત જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરત તાપી અને ડાંગ જિલ્લામાં વરસી રહેલા વરસાદના કારણે નદીઓમાં વધારો થયો છે. જેના પર તંત્ર નજર રાખીને બેઠું છે અને ઘટના ઘટે તેને પહોંચી વળવા માટેની પણ તૈયારીઓ શરૂ કરી છે. જિલ્લામાં ગતરોજથી વરસાદી માહોલ જામ્યો છે.વલસાડ અને નવસારી જિલ્લાઓમાં નદીકાંઠાના લોકોને એલર્ટ કર્યા છે. જિલ્લામાં આવેલા મોટાભાગના લો લેવલ બ્રિજ નદીઓની સપાટી વધતા પાણીમાં ગરક થયા છે. જેમાં બીલીમોરા શહેરને અડીને આવેલા આતલીયા અને ઉડાચને જોડતો લો લેવલ બ્રિજ પણ પાણીમાં ગરક થયો છે.

નદીની સપાટીમાં વધારો

ગણદેવી તાલુકામાં સવારે 8:00 થી લઈને 10 વાગ્યા બાદ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ઉપરવાસમાં વરસી રહેલા સતત વરસાદને કારણે તેની સીધી અસર નવસારી જિલ્લામાંથી પસાર થતી નદીઓ ઉપર જોવા મળી છે જેમાં પૂર્ણ કાવેરી અંબિકા જેવી નદીઓની જળ સપાટીમાં વધારો નોંધાયો છે કાવેરી નદીની જળ સપાટી 12 ફૂટે પહોંચી છે. આ નદીની ભયજનક સપાટી 19 ફૂટ છે જો 24 કલાક સતત વરસાદ રહ્યો હતો કાવેરી સહિત અંબિકા અને પૂર્ણા નદી ની જળ સપાટીમાં વધુ વધી શકે છે.

લોકોને ફેરાવો વધ્યો

તંત્ર દ્વારા નવો પુલ 10 વર્ષ પહેલા બનાવ્યો હતો. પરંતુ છેલ્લા બે વર્ષથી પુલ પુરના કારણે ક્ષતિગ્રસ્ત થતા તે નો એક ભાગ નીચે બેસી જતા તેને ભયજનક જાહેર કરવામાં આવ્યો છે જેથી આ પુલ જાહેર ઉપયોગ માટે બંધ થયો છે. જેને કારણે ફરજિયાત પાંચ જેટલા ગ્રામજનોને લો લેવલ બ્રિજનો ઉપયોગ કરવાની ફરજ પડી છે પરંતુ આ બ્રિજ પણ પાણીમાં ગરક થતા ગામોને 10 થી 15 કિલોમીટરનો ફરજિયાત ચકરાવો લેવાનો વારો આવ્યો છે.

આ સમાચાર શેર કરો