Operation Sindoor: ગુજરાતમાં ઑપરેશન સિંદૂર બાદ આટલા સ્થળોએ એલર્ટ, વાંચો પળેપળની અપડેટ
Operation Sindoor : ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં એરસ્ટ્રાઈક કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર થલ અને વ

Operation Sindoor : ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં એરસ્ટ્રાઈક કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર થલ અને વાયુસેનાએ રાતના પોણા બે વાગ્યે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણા પર હુમલો કર્યો. ભારતીય સેનાએ કુલ 9 ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે.
આ ઓપરેશન રાત્રે લગભગ 1:30 વાગ્યે હાથ ધરવામાં આવ્યું હતું. ભારતીય વાયુસેનાના અદ્યતન ફાઇટર જેટ્સ મિરાજ-2000 અને સુખોઈ-30 MKI એ બહાવલપુર, કોટલી અને મુઝફ્ફરાબાદ વિસ્તારોને નિશાન બનાવ્યા હતા.
આ વિસ્તારોને લાંબા સમયથી જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનોનો ગઢ માનવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય સેનાની એરસ્ટ્રાઈકમાં 90થી વધુ આતંકીઓ ઠાર મરાયા છે. જેમાં મુરદીકેમાં જ 30 આતંકીઓનો સફાયો કરવામાં આવ્યો છે.






