મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારને લઈને AHPના ઉપવાસ, ભારતની સેના મોકલવા વડાપ્રધાનને અનુરોધ

બાંગ્લાદેશમાં ભારે રાજકીય અસ્થિરતા સર્જાઈ છે. હીંસા ફાટી નીકળી છે. જેમાં હિન્દુઓ પર અત્યાચારો થઈ રહ્યા છે

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારને લઈને AHPના ઉપવાસ, ભારતની સેના મોકલવા વડાપ્રધાનને અનુરોધ

બાંગ્લાદેશમાં ભારે રાજકીય અસ્થિરતા સર્જાઈ છે. હીંસા ફાટી નીકળી છે. જેમાં હિન્દુઓ પર અત્યાચારો થઈ રહ્યા છે. ત્યારે આ અત્યાચારો ઝડપથી રોકવામાં ભારત મધ્યસ્થી કરે તે હેતુથી સુરતમાં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ  દ્વારા એક દિવસીય ઉપવાસ કરવામાં આવ્યા હતાં. સાથે જ વડાપ્રધાન દ્વારા સેના મોકલવામાં આવે તેવી પણ માગ કરવામાં આવી છે.

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈ ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું છે. બાંગ્લાદેશમાં ખાસ કરીને હિન્દુઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે અનેક બહેન દીકરીઓ પર બળાત્કાર ગુજારવામાં આવી રહ્યાં છે. બાંગ્લાદેશની સેના સાથે ભારતની સેના વડાપ્રધાને મોકલવી જોઈએ અને હિન્દુઓને બચાવવા માટે થઈને ભારતની સેનાને ત્યાં મોકલવી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મામલો ગંભીરતાથી લે તેવી પણ અપીલ કરાઈ છે. 

એએચપી સુરતના અધ્યક્ષ દિનેશ અણઘણએ કહ્યું કે, હાલમાં બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓની સ્થિતિ ખરાબ છે. ત્યાંના લોકો હેતુપૂર્વક હિન્દુઓને હેરાન કરી રહ્યા છે. જેથી અમારી માગ છે કે, અગાઉ જે રીતે ભારતે દખલગીરી કરીને બાંગ્લાદેશનું સર્જન કર્યુ હતુ. ત્યારે હવે સમય આવી ગયો છે કે, ફરીથી એકવાર ભારત હિન્દુઓના રક્ષણ માટે પણ પગલાં ભરે.

આ સમાચાર શેર કરો