સુરતથી અહમદનગર જતી બસને પારડી નજીક નડ્યો અકસ્માત, ક્લિનર સહિત 6 મુસાફરોને ઈજા
અકસ્માતો દિવસે ને દિવસે વધી રહ્યાં છે. ત્યારે રાત્રિના સમયે સુરતથી નીકળેલી લક્ઝરી બસનો અકસ્માત સર્જાયો હ

અકસ્માતો દિવસે ને દિવસે વધી રહ્યાં છે. ત્યારે રાત્રિના સમયે સુરતથી નીકળેલી લક્ઝરી બસનો અકસ્માત સર્જાયો હતો. વલસાડના પારડી નજીક બસનો અકસ્માત સર્જાયો હતો. ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં બસ ક્લિનર સાઈડ અથડાઈ હતી. જેથી બસના ક્લિનરના ભાગે ભારે નુકસાન થયું હતું. સાથે જ ક્લિનરને સહિત 6 મુસાફરોને ઈજા પહોંચી હતી.
આ પણ વાંચોઃ ઉતરાયણ પહેલા ગુજરાતના આ જિલ્લામાંથી કન્ટેનર ભરીને ચાઈનીઝ દોરી ઝડપાઈ, 2 વોન્ટેડ જાહેર
અજાણ્યા વાહને અચાનક બ્રેક મારી
સુરતથી અહમદનગર જતી ખાનગી ટ્રાવેલ્સની બસને અકસ્માત નડ્યો હતો. વલસાડ જિલ્લાના પારડી નજીક નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહન ચાલકે હાઇ વે પર અચાનક બ્રેક મારતા લક્ઝરી બસ પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી. જેથી અકસ્માતમાં પાંચથી છ જેટલા મુસાફરો સહિત બસના ક્લિનરને ઇજાઓ પહોંચી હતી.
ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
અકસ્માતમાં ઈજા પામેલા મુસાફરોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સહિતના વાહનોમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. હાલ તમામની સારવાર ચાલી રહી છે. બીજી તરફ હાલ સમગ્ર અકસ્માતને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.








