વિશ્વ ઉમિયાધામ સનાતન ધર્મનું પ્રતિક બનશેઃ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી

અમદાવાદમાં નિર્માણ પામી રહેલા વિશ્વ ઉમિયાધામની મુલાકાતે દ્વારકા શારદાપીઠના જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી પહોંચ્યા હતા. અહીં તેમણે વિશ્વના સૌથી ઊંચા મંદિરના નિર્માણકાર્યનું નિરીક્ષણ કર્યું હતું અને શિલાપૂજન પણ કર્યું હતું.

શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ વિશ્વ ઉમિયાધામ ખાતે મા ઉમિયાનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ તેમણે નિર્માણાધીન ગર્ભગૃહની મુલાકાત લઈને મંદિરના બાંધકામની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

જાહેરાત

આ પ્રસંગે શંકરાચાર્યએ વિશ્વ ઉમિયાધામને સનાતન ધર્મનું પ્રતિક ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વિશ્વ ઉમિયાધામના સમગ્ર પરિસરની ઉર્જા ખૂબ જ સકારાત્મક છે અને આવનારા સમયમાં આ ધામ સનાતન સંસ્કૃતિની ઓળખ બનશે.

આ ઉપરાંત ધાર્મિક માન્યતાઓ અંગે વાત કરતાં શંકરાચાર્યએ હિંદુ ધર્મના લોકોએ માત્ર પંચદેવની પૂજા કરવી જોઈએ તેવું જણાવ્યું હતું. સાથે જ નકલી દેવી-દેવતાઓથી દૂર રહેવા પણ તેમણે લોકોને અપીલ કરી હતી.

શંકરાચાર્યની આ મુલાકાત દરમિયાન વિશ્વ ઉમિયાધામના નિર્માણકાર્ય અને ધાર્મિક મહત્વ અંગે વિશેષ ચર્ચા થઈ હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત