Video: 2028માં રાજસ્થાન અને 2029માં કેન્દ્રમાં જીતવાનો રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતનો વિશ્વાસ

રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે ભાજપ સરકારની કામગીરી અને દેશની વર્તમાન રાજકીય સ્થિતિને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ગેહલોતે આક્ષેપ કર્યો કે ભાજપ સંસદમાં કાયદા પસાર કરીને પોતાની મરજી મુજબ ચૂંટણી વ્યવસ્થા ઊભી કરવા માગે છે. ગેહલોતે કહ્યું કે કોંગ્રેસનું લક્ષ્ય 2028માં રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી જીતવાનું અને 2029માં કેન્દ્રમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવવાનું છે. તેમણે લોકશાહી બચાવવા માટે તમામ વિપક્ષી પક્ષોને એકજૂથ થવા અપીલ કરી હતી.
જાહેરાત














