Video: 90 લાખ ફોલોઅર્સ ધરાવતું અખિલેશ યાદવનું સત્તાવાર ફેસબુક પેજ અસ્થાયી રૂપે બંધ

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવનું સત્તાવાર ફેસબુક પેજ સોમવાર, 23 નવેમ્બરની સાંજે ફરી સસ્પેન્ડ થઈ ગયું છે. આ પેજ પર અંદાજે 90 લાખ ફોલોઅર્સ હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ ગયા વર્ષે 10 ઓક્ટોબરે પણ તેમનું ફેસબુક એકાઉન્ટ સસ્પેન્ડ થયું હતું, જોકે થોડા સમય બાદ તેને ફરી શરૂ કરવામાં આવ્યું હતું. સમાજવાદી પાર્ટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે ટેકનિકલ સમસ્યાને કારણે રાષ્ટ્રીય અધ્યક્ષનું સત્તાવાર ફેસબુક પેજ અસ્થાયી રૂપે ઉપલબ્ધ નથી. પાર્ટીના જણાવ્યા અનુસાર, મેટા પેજને વહેલી તકે પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહ્યું છે. જોકે, આ મામલે મેટા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.
જાહેરાત












