Video: દેવ દિવાળી પહેલાં કાશી વિશ્વનાથ મંદિર રોશની અને ફૂલોથી ઝળહળ્યું, મનમોહક દ્રશ્યો આવ્યા સામે

ઉત્તર પ્રદેશના વારાણસીમાં 24 નવેમ્બરે યોજાનારા દેવ દિવાળીના મહાપર્વ અગાઉ શ્રી કાશી વિશ્વનાથ મંદિરને વિશેષ રીતે શણગારવામાં આવ્યું છે. મંદિર સંકુલના પ્રવેશદ્વાર અને પ્રાંગણમાં આકર્ષક લાઈટિંગ, તાજા ફૂલોની સજાવટ અને હારમાળાઓથી ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. દેવ દિવાળીના અવસરે કાશીના ઘાટોની સાથે મંદિરમાં પણ દીવડાઓની હારમાળા પ્રગટાવીને આધ્યાત્મિક ઉજવણીની તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. મંદિર તંત્ર દ્વારા શેર કરાયેલા દ્રશ્યોમાં સુવર્ણ શિખર અને સમગ્ર પરિસરની ઝગમગાટભરી સુંદરતા સ્પષ્ટ જોઈ શકાય છે.
જાહેરાત















