Video: ઓછી વિઝિબિલિટીને કારણે વાહનવ્યવહારની ગતિ ધીમી પડી

પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતા સમગ્ર વિસ્તારમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. વહેલી સવારથી જ વાતાવરણમાં ઠંડીનો ચમકારો વધવાની સાથે ધુમ્મસનું પ્રમાણ એટલું વધ્યું છે કે રસ્તાઓ પર વિઝિબિલિટી અત્યંત ઓછી થઈ ગઈ છે. આ પરિસ્થિતિને કારણે હાઈવે અને મુખ્ય માર્ગો પર વાહનવ્યવહારની ગતિ ધીમી પડી છે અને વાહનચાલકોને હેડલાઈટ ચાલુ રાખીને સાવચેતીપૂર્વક મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. ઠંડી અને ધુમ્મસના બેવડા મારને કારણે સવારના સમયે જનજીવન પર અસર જોવા મળી છે, જ્યારે સ્થાનિક લોકો ઠંડીથી બચવા તાપણાનો સહારો લઈ રહ્યા છે.
જાહેરાત











