IT વિભાગે ત્રણ શહેરમાં પાડ્યા દરોડા, વિદ્યા સનલાઈટ ગ્રુપના ૭૦૦ કરોડના બિનહિસાબી વહેવારો અને સોનું ઝડપાયું

આવકવેરા ખાતાના અમદાવાદના અધિકારીઓએ ગયા ગુરૃવારે અમદાવાદ, નડિઆદ અને આણંદના તાંબા અને એલ્યુમિનિયમના ઉત્પાદન સાથે સંકળાયેલા વિદ્યા સનલાઈટ ગુ્રપના ૨૦ સ્થળો પર દરોડાને અંતે રૃા. ૭૦૦ કરોડના બિનહિસાબી વહેવારો પકડી પાડવામાં સફળતા મળી છે. તદુપરાંત રૃા. ૧૬ કરોડના મૂલ્યના મળી આવેલા દાગીમામાંથી ૬ કરોડના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. તેમ જ રૃા.૧.૫ કરોડની મળી આવેલી રોકડમાંથી ૮૦ લાખની રોકડ પણ જપ્ત કરી લેવામાં આવી છે.
૧૬ કરોડના મળેલા દાગીનામાંથી ૬ કરોડના દાગીના જપ્ત કરાયા
વિદ્યાા સનલાઈટ ગુ્રપના ૧૬ લોકરો સીલ કરવામાં આવ્યા છે. તેમાંથી હજી ૧૪ લોકર ઓપરેટ કરવાના બાકી છે. માત્ર બે લોકર જ ઓપરેટ આ દરોડામાં ગ્રુપના પ્રમોટર શ્યામ સુન્દર રાઠી, શેલેશ રાઠી, અક્ષય હેડા, પ્રહલાદ હેડા, સંજય હેડા, નીતિન હેડા, મનીષ હેઠા તથા તેમના પરિવારના બાકીના સભ્યને આવરી લેવામાં આવ્યા છે. તેમની પાસેથી જ રૃા. ૭૦૦ કરોડના વહેવારો, સોનું-ચાંદી અને વગર બિલના વેપારની વિગતો મળી આવી છે.
વિદ્યા સનલાઈટ ગ્રુપ તાંબા અને એલ્યુમિનિયમના ભંગારની આયાત કરે છે. તેમાંથી વાયર, અર્થિંગ વાયર અને સ્ટ્રીપ બનાવે છે. આ તમામ વસ્તુઓનો વેપાર કરે છે. રોકડામાં તેને માટે નાણાં લે છે.રોકડને બદલે ચેકથી પેમેન્ટ આવે તો તેવા સંજોગોમાં કંપની બોગસ પેમેન્ટ બનાવીને બનાવટી સપ્લાયના પુરાવાઓ ઊભા કરીને કરચોરી કરી રહ્યું હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આવકવેરા ખાતાની તપાસમાં બહાર આવ્યું છે કે કંપનીએ વિદ્યાસનલાઈટ ગુ્રપે રૃા. ૭૦૦ કરોડના બોગસ બિલથી ખરીદી બતાવી છે. તેમ જ રૃા. ૨૦૦ કરોડનો બિલ વિનાનો વેપાર કર્યો છે. તદુપરાંત રૃા. ૭૦ કરોડના બિલ બનાવ્યા છે. તેમાં વાસ્તવિક કિંમત કરતાં ઊંચી કિંમત બતાવવામાં આવી છે.
વેપારીના નડિયાદના પીપલગ રોડ પર આવેલા વસંતવિહાર વિસ્તારના એકમો પર પણ દરોડા ચાલુ કરવામાં આવ્યા છે. તેમ જ ટુંડેલ સીમ વિસ્તારમાં આવેલી કોપર સ્ક્રેપમાંથી વાયર બનાવવાની ફેક્ટરી પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. સંજય હેડાની દેખરેક નીચે ટુંડેલમાં ચાલતી શિવમ મેટલોસ કોપરની ફેક્ટરી પણ દરોડામાં આવરી લેવામાં આવી છે. આ કંપનીના બોગસ બિલો જોતાં જીએસટીની પણ મોટી ચોરી બહાર આવે તેવી સંભાવના છે. મહેમદાાદના હલધર વાસ અને આખડોલ નજીક આવેલી કંપનીમાં પણ આવકવેરાનીટીમના દરોડા ચાલી રહ્યા છે.

