Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Why is there no deadly cold in Gujarat even at the end of December? Know the forecast of the Meteorological Department

VIDEO: ગુજરાતમાં ડિસેમ્બરના અંતે પણ કેમ નથી અનુભવાઈ કાતિલ ઠંડી? જાણો હવામાન વિભાગની આગાહી

Timeછેલ્લું અપડેટ : 26 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ગુજરાતમાં સામાન્ય રીતે ડિસેમ્બર મહિનો મધ્યમાં આવતા જ હાડ થીજવતી ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે. જોકે, આ વર્ષે સ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ, આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ઠંડીના પારામાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નહિવત છે.

App Store

ઠંડી ન પડવાનું મુખ્ય કારણ:

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, આ વર્ષે ઠંડીમાં વિલંબ થવાનું મુખ્ય કારણ સતત એક પછી એક આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ   છે.

પવનની દિશામાં ફેરફાર:

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતથી આવતા ઠંડા પવનો અવરોધાય છે.ભેજનું પ્રમાણ: દરિયાઈ પવનો અને વાતાવરણમાં ભેજને કારણે લઘુત્તમ તાપમાન ઊંચું રહે છે, જેના પરિણામે રાત્રિના સમયે પણ જે ઠંડી પડવી જોઈએ તે અનુભવાતી નથી.રાજ્યના મુખ્ય શહેરોનું તાપમાનહાલમાં રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન સામાન્ય કરતા થોડું ઊંચું નોંધાઈ રહ્યું છે.

હવામાનના આંકડા મુજબ:

શહેર લઘુત્તમ તાપમાન (ડિગ્રી સેલ્સિયસમાં) નલિયા9.5 (રાજ્યમાં સૌથી નીચું) ગાંધીનગર14.2 અમદાવાદ15.3 ડિગ્રી. રાજ્યમાં માત્ર કચ્છનું નલિયા જ એક એવું કેન્દ્ર છે જ્યાં પારો 10 ડિગ્રીની નીચે પહોંચ્યો છે, જ્યારે બાકીના શહેરોમાં હજુ પણ વહેલી સવારે ગુલાબી ઠંડીનો જ અહેસાસ થઈ રહ્યો છે. આગામી સાત દિવસની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે, આગામી એક અઠવાડિયા સુધી તાપમાનમાં કોઈ મોટો ઘટાડો જોવા મળશે નહીં. એટલે કે, ડિસેમ્બરના અંત સુધી લોકોએ કાતિલ ઠંડી માટે રાહ જોવી પડી શકે છે. પવનોની દિશા બદલાયા બાદ જ જાન્યુઆરીની શરૂઆતમાં ઠંડીનું જોર વધવાની શક્યતા સેવાઈ રહી છે. આમ છતાં ભલે રાત્રે બહુ ઠંડી ન હોય, પણ વહેલી સવાર અને મોડી રાત્રિના તાપમાનમાં તફાવત હોવાથી સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.