VIDEO: Gujarat weather forecast હવે હવામાનની આગાહી નહીં પડે ખોટી! લોન્ચ થઈ ‘મલ્ટી હેઝર્ડ અર્લી વોર્નિંગ’ સિસ્ટમ
VIDEO: ભારત સરકારના હવામાન વિભાગ (IMD) દ્વારા ટેક્નોલૉજીના ક્ષેત્રમાં એક મોટી છલાંગ લગાવવામાં આવી છે. હવામાનની આગાહીને વધુ સચોટ અને સમયસર બનાવવા માટે 'મલ્ટી હેઝર્ડ અર્લી વોર્નિંગ ડિસિઝન સિસ્ટમ' તૈયાર કરવામાં આવી છે. આ નવી સિસ્ટમના અમલીકરણ સાથે હવે હવામાન વિભાગની આગાહીમાં 20 ટકા જેટલી એક્યુરસી (ચોકસાઈ) વધી જશે.
ડિસ્ટ્રિક્ટ અને સ્ટેટ લેવલે મળશે ચોક્કસ ડેટા
અત્યાર સુધી હવામાનની આગાહીમાં મોટા વિસ્તારોને આવરી લેવામાં આવતા હતા, પરંતુ આ નવી સિસ્ટમની મદદથી હવે ડિસ્ટ્રિક્ટ (જિલ્લા) અથવા સ્ટેટ બાઉન્ડ્રી (રાજ્યની સીમાઓ) મુજબ અત્યંત ચોક્કસ માહિતી મેળવી શકાશે. આનાથી સ્થાનિક વહીવટીતંત્રને કુદરતી આપત્તિ સમયે બચાવ કામગીરીમાં મોટી મદદ મળશે.
તમામ કુદરતી આફતો પર રહેશે નજર
આ અદભુત સિસ્ટમ માત્ર વરસાદ જ નહીં, પરંતુ નીચે મુજબની તમામ ગતિવિધિઓ પર નજર રાખશે:
એર ક્વોલિટી: હવાની ગુણવત્તામાં થતા ફેરફાર.
સાયક્લોન (વાવાઝોડું): દરિયામાં ઉઠતા વાવાઝોડાની ગતિ અને દિશા.
હીલ સ્ટોર્મ (કરા સાથે વરસાદ): ખેતીને નુકસાન કરતાં કરા પડવાની આગાહી.
હીટ વેવ અને કોલ્ડ વેવ: તાપમાનના ફેરફારોની આગોતરી જાણ.
IMDને એવોર્ડ દ્વારા સન્માન
આ આધુનિક સિસ્ટમ તૈયાર કરવા અને ઈ-ગવર્નન્સ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ઈ-ગવર્નન્સ ડિપાર્ટમેન્ટ તરફથી આઈએમડી (IMD)ને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે.
શું કહે છે હવામાન વિભાગના ડાયરેક્ટર?
આ અંગે વધુ માહિતી આપતા હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસ એ જણાવ્યું હતું કે, "આ નવી ડિસિઝન સિસ્ટમ આવવાથી અમારી આગાહી કરવાની ક્ષમતામાં મોટો સુધારો થયો છે. હવે અમે 20 ટકા વધુ એક્યુરસી સાથે લોકોને ચેતવણી આપી શકીશું, જેનાથી જાન-માલનું નુકસાન ઘટાડી શકાશે."

