Video: ગુજરાતમાં રેશન વિતરણ વ્યવસ્થા ખોરવાઈ, સર્વર ઠપ થતાં હજારો રેશનકાર્ડ ધારકો પરત ફર્યા

સોર્સ: gstv

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગનું ઓનલાઇન સર્વર ઠપ થતાં સમગ્ર રાજ્યમાં રેશનકાર્ડ ધારકોની મુશ્કેલી વધી છે. નવેમ્બર મહિનાની 20મી તારીખે અનાજ લેવા પહોંચેલા હજારો લોકોને અનાજ વિના જ પરત ફરવાની ફરજ પડી હતી. રાજ્યની 17 હજારથી વધુ વ્યાજબી ભાવની રેશન દુકાનોમાં ઓનલાઇન પોઇન્ટ ઓફ સેલ સિસ્ટમ બંધ થતાં અનાજ વિતરણ અટકી ગયું હતું. સર્વરની ટેકનિકલ ખામીને કારણે રેશનકાર્ડ ધારકોની સાથે દુકાન સંચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલાક સ્થળોએ અનાજ નહીં મળતાં રેશનકાર્ડ ધારકો અને દુકાન સંચાલકો વચ્ચે રકઝક અને ઘર્ષણના બનાવો પણ બન્યા હતા. રેશન દુકાનદારોના એસોસિયેશને સર્વરની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા અને વિતરણ વ્યવસ્થા તાત્કાલિક શરૂ કરવાની માગ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત