રક્ષાબંધન પર અમદાવાદની બહેનોને AMTSની ખાસ ભેટ, મહિલા-બાળકો કરી શકશે ફ્રી મુસાફરી

અમદાવાદમાં રક્ષાબંધનના પર્વને લઈને AMTS દ્વારા મુસાફરો માટે ખાસ ભેટની જાહેરાત કરવામાં આવી છે. રક્ષાબંધનના દિવસે મહિલા અને બાળકો આખો દિવસ AMTSની બસોમાં નિશુલ્ક મુસાફરી કરી શકશે. તહેવાર દરમિયાન ભાઈને રાખડી બાંધવા જતી બહેનો તેમજ પરિવાર સાથે મુસાફરી કરતા બાળકોને આ સુવિધાનો લાભ મળશે. AMTSની આ પહેલથી શહેરમાં મોટી સંખ્યામાં મુસાફરોને રાહત મળવાની આશા છે.
ગત વર્ષે પણ રક્ષાબંધનના પર્વે મહિલા અને બાળકોએ આ નિશુલ્ક મુસાફરીનો લાભ લીધો હતો. ગત વર્ષે આશરે 71 હજાર મુસાફરોએ AMTSની ફ્રી મુસાફરી સેવાનો લાભ લીધો હોવાનું સામે આવ્યું હતું. આ વર્ષે પણ મોટી સંખ્યામાં મહિલા અને બાળકો આ સુવિધાનો લાભ લે તેવી શક્યતા છે. તહેવારને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે.
AMTSના ચેરમેને શું કહ્યું?
આ અંગે AMTSના ચેરમેને જણાવ્યું કે, 'દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનના પર્વ પર બહેનો અને બાળકો માટે કમિટીએ ફ્રી ઓફ ચાર્જમાં મુસાફરી કરવાની સુવિધા કરી છે, જેથી બહેનો કોઈ પણ ભાડું ચૂકવ્યા વિના બધી જગ્યાએ ફરી શકે અને પોતાના ભાઈને રાખડી બાંધવા જઈ શકે. આ રક્ષાબંધનના દિવસે બહેનો અને બાળકો AMTS બસોમાં તદ્દન મફત મુસાફરી કરી શકશે.

