મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: અમદાવાદના ગોતામાં હોમ ડેકોરની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ

સોર્સ: gstv

અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી હોમ ડેકોરની એક ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગોતા મુખ્ય રોડ પર આવેલા રામદેવ ડેકોર હાઉસ નામના એકમમાં આ આગ લાગવાની ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ફાયર વિભાગની ત્રણ ગાડીઓએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. મુખ્ય રસ્તા પર આગને પગલે થોડીવાર માટે ટ્રાફિક અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી.

આ સમાચાર શેર કરો