Religion : ભાઈને ક્યારેય ન બાંધો આ રંગની રાખડી! સાડાસાતી અને ઢૈય્યાનો પ્રભાવ ઘટાડવા રક્ષાબંધને કરો નાળિયેરનો ચમત્કારી ઉપાય

હિંદુ ધર્મમાં રક્ષાબંધનનો તહેવાર સૌથી પવિત્ર માનવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે દેશભરમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. શ્રાવણ પૂનમના દિવસે બહેન તેના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તિલક કરે છે. આ સાથે ભાઈ પણ આજીવન તેની રક્ષા કરવાનો સંકલ્પ લે છે અને કોઈ ભેટ આપે છે. જેમાં જો કોઈ ભાઈ પર શનિની સાડાસાતી ચાલી રહી હોય તો આ રક્ષાબંધન પર બહેન અમુક સરળ ઉપાય કરવાથી ભાઈના કષ્ટો દૂર થશે!
આ તહેવારને ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. વૈદિક પંચાંગ અનુસાર, આ વખતે રક્ષાબંધનનો તહેવાર 28 ઓગસ્ટે ઉજવવામાં આવશે. આ ખાસ અવસર પર કેટલાક ખાસ ઉપાયો કરવામાં આવે છે, જેનાથી બહેન અને ભાઈના જીવનમાં સદાય સુખ-શાંતિ જળવાઈ રહે છે અને સંબંધોમાં મધુરતા રહે છે.
ભાઈ પર ચાલી રહી છે શનિની સાડાસાતી કે ઢૈય્યા?
જો કોઈ ભાઈ પર શનિની સાડાસાતી કે ઢૈય્યા ચાલી રહી હોય, તો રક્ષાબંધનના દિવસે તેના પ્રભાવને ઓછો કરવા માટે ચોક્કસ ઉપાયો કરવા જોઈએ. તો ચાલો, જ્યોતિષના આધારે જાણીએ કે જો કોઈ ભાઈ પર શનિની સાડાસાતી કે ઢૈય્યા ચાલતી હોય, તો તેમણે કયા ઉપાયો કરવા જોઈએ. જેમાં શ્લોક "શનૈશ્ચર કૃતા પીડા શામ્યતિ ભ્રાતૃ વંદનાત્।" નો સ્મરણ કરવું એ જ્યોતિષ પ્રમાણે લાભદાય સાબિત થઈ શકે છે.
સાડાસાતીની અસર ઘટાડવાના ઉપાયો
નાળિયેર ઉવારવાનો ઉપાય: આ દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધ્યા પછી તેના માથા પરથી 7 વખત નાળિયેર ઉવારીને (ફેરવીને) જળમાં પ્રવાહિત કરે.
રાખડીના રંગની પસંદગી: બહેને પોતાના ભાઈને વાદળી કે કાળા રંગની રાખડી બાંધવાથી બચવું જોઈએ અને માત્ર લાલ, પીળા કે કેસરી રંગનો રેશમી દોરો જ કાંડા પર બાંધવો જોઈએ.
બહેનના આશીર્વાદ: રક્ષાબંધનના દિવસે ભાઈ પોતાની ક્ષમતા મુજબ બહેનને ભેટ આપીને તેના આશીર્વાદ લે છે, તો શનિદેવની પીડા શાંત થાય છે અને જીવનના કષ્ટોમાંથી રાહત મળે છે.
આ ઉપાય ચોક્કસ કરો
રક્ષાબંધનના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો. આ પછી ભગવાન શિવને દૂધ, દહીં, મધ, ઘી, જળ અને સાકરથી અભિષેક કરો. દીવો પ્રગટાવીને આરતી કરો અને ફળ સહિત અન્ય વસ્તુઓનો ભોગ ધરાવો. ધાર્મિક માન્યતા અનુસાર, આ ઉપાય કરવાથી મહાદેવની કૃપા વરસે છે અને સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે.
રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમય?
રક્ષાબંધનનો તહેવાર 28 ઓગસ્ટે છે. આ દિવસે રાખડી બાંધવાનો સાચો સમય સવારે 05 વાગ્યાને 57 મિનિટથી 9 વાગ્યાને 48 મિનિટ સુધીનો છે.
ડિસ્ક્લેમર: આ લેખમાં દર્શાવેલ ઉપાયો/લાભ/સલાહ અને વિધાનો જ્યોતિષને અનુસરી ફક્ત સામાન્ય માહિતી માટે છે. GSTV આની કોઈ પુષ્ટિ કરતું નથી. અહીં આપેલી માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/પંચાંગ/પ્રવચનો/માન્યતાઓ/ધર્મગ્રંથો પરથી એકત્રિત કરવામાં આવી છે.

