Rain Forecast Gujarat : રાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, 28-29 સપ્ટેમ્બરે આ 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

Rain Forecast Gujarat : ગુજરાતમાં ચોમાસાની વિદાય સમયે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ છે. નવરાત્રિમાં વરસાદ વરસતાં ખેલૈયાઓના રંગમાં ભંગની સ્થિતિ સર્જાઈ છે. તેવામાં હવામાન વિભાગે આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને યલો, ઑરેન્જ અને રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં 28-29 સપ્ટેમ્બરે 20થી વધુ જિલ્લામાં અતિભારે વરસાદનું ઍલર્ટ જાહેર કર્યુ છે.
4 દિવસ ભારે વરસાદનું ઍલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે રવિવારે (28 સપ્ટેમ્બર) સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં રેડ ઍલર્ટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, છોટા ઉદેપુર જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યુ છે.
જ્યારે 18 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
29 સપ્ટેમ્બરની આગાહી
રેડ ઍલર્ટ: અમરેલી, ગીર સોમનાથ.
ઑરેન્જ ઍલર્ટ: રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ.
યલો ઍલર્ટ: કચ્છ, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, બાટોદ, આણંદ, ભરૂચ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર.
30 સપ્ટેમ્બરની આગાહી
ઑરેન્જ ઍલર્ટ: દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ.
યલો ઍલર્ટ: કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ.
1 ઓક્ટોબરના રોજ કચ્છ અને સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

