Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : After 3 days of fast by farmers of Baluntri village of Vav taluka, water drainage work by the administratio

Banaskantha news: વાવ તાલુકાના બાલુંત્રી ગામના ખેડૂતોના 3 દિવસના ઉપવાસ બાદ તંત્ર દ્વારા પાણી નિકાલની કામગીરી

Timeછેલ્લું અપડેટ : 27 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Banaskantha news: વાવ તાલુકાના બાલુંત્રી ગામના ખેડૂતોના 3 દિવસના ઉપવાસ બાદ તંત્ર દ્વારા પાણી નિકાલની કામગીરી
સોર્સ : GSTV

Banaskantha news: બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલા બાલુંત્રી ગામમાં ગત 15 દિવસ અગાઉ ખાબકેલા પાછોતરા વરસાદ બાદ પણ પાણી નહોતું ઓસર્યું. જેથી ગામના ખેડૂતોએ તંત્રને અનેકવાર રજૂઆત કરી છતાં કોઈ નિકાલ ન આવતા આખતા બાલુંત્રી ગામના ખેડૂતો અડગ રહી વાવ મામલતદાર કચેરીએ સતત ત્રણ દિવસ સુધી અનશન પર બેઠા રહ્યા ત્યારે જતા તંત્ર જાગ્યું અને ગામમાંથી પાણી નિકાલની કામગીરીનો પ્રારંભ કર્યો હતો. 

App Store

મળતી માહિતી અનુસાર, ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં આજથી 15 દિવસ અગાઉ વરસેલા ભારે વરસાદ બાદ બાલુંત્રી ગામમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જો કે, વરસાદી પાણી ગામની શાળા, આંંગણવાડી, સ્મશાન, મકાનો, દુકાનો, શેરીઓમાં કેડ સુધી ભરાઈ રહેતા ગામના લોકોની હાલત કફોડી થઈ ગઈ હતી. જે અંગે ગામના આગેવાનોએ તંત્રને વરસાદી પાણી નિકાલની રજૂઆત કરી પરંતુ તંત્રએ વાત કાને નહોતી ધરી.

આખરે ઉપવાસ આંદોલન છેડયું ત્યારે તંત્ર ઘૂંટણિયે પડીને કામગીરી શરૂ કરી હતી. જો કે, ગામના આગેવાનોએ જ્યાં સુધી પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં નહીં આવે ત્યાં સુધી ખેડૂતો આંદોલન ચાલુ રાખશેની ચીમકી આપી હતી. ત્યારબાદ વાવ મામલતદાર કચેરી 3 દિવસ ખેડૂતો ઉપવાસ પર બેઠા હતા. અને આજ સાંજ સુધીમાં કોઈ નિર્ણય નહીં આવે તો ખેડૂતે જળસમાધિ લેવાની ચીમકીને તંત્રને આખરે ગંભીરતાથી લઈને  બાલુંત્રી ગામમાંથી પાણી નિકાલ માટે હિટાચી બોલાવી લાઇન ખોદવાનું શરૂ કરાયું હતું. પાણી કાઢવા માટે એક હિટાચી બે જીસીબી દ્વારા ખોદવાનું શરૂ કરાયું હતું. ખેડૂતના ખેતરમાં 10થી 13 ફૂટ જેટલી ઉડી સારી ખોદી મોટર દ્વારા મોડે મોડે પણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે. સિંચાઈ વિભાગ દ્વારા 12 જેટલી મોટરો મૂકી બાલુત્રી ગામમાંથી પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે.