Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જામનગર : Even the police were shocked by this shocking revelation in the suicide case of a medical student of a medical college

Jamnagar news : મેડિકલ કૉલેજના તબીબી વિદ્યાર્થીના આપઘાત કેસમાં આ ચોંકાવનારા ખુલાસાથી પોલીસ પણ ચોંકી ઉઠી

Timeછેલ્લું અપડેટ : 27 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Jamnagar news : મેડિકલ કૉલેજના તબીબી વિદ્યાર્થીના આપઘાત કેસમાં આ ચોંકાવનારા ખુલાસાથી પોલીસ પણ ચોંકી ઉઠી
સોર્સ : GSTV

Jamnagar news : જામનગરના મેડિકલ કેમ્પસમાં રહીને અભ્યાસ કરતા મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વતની તબીબી વિદ્યાર્થી યુવાને ગઈકાલે સાંજે પોતાની હૉસ્ટેલના રૂમમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી, જેમાં ઉછીના પૈસા લેવાનો મામલો અને પિતાનો ઠપકો કારણ ભૂત હોવાનું સામે આવ્યું છે.

App Store

મળતી માહિતી અનુસાર, મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના મોવાણા ગામના વતની અને હાલ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના મેડિકલ કેમ્પસના ક્વાર્ટર નંબર સી-21ના રૂમ નંબર એકમાં રહેતા અને મેડિકલ કૉલેજના પ્રથમ વર્ષના અભ્યાસ કરતા વિવેક રણછોડભાઈ પરમાર નામના 20 વર્ષના તબીબી વિદ્યાર્થી યુવાને ગઈકાલે સાંજે પોતાના રૂમમાં છતના હૂકમાં દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. 

જે બનાવ અંગે મૃતકના પિતા રણછોડભાઈ ઝીણાભાઈ પરમાર દોડી આવ્યા હતા, અને પોલીસને જાણ કરી દેતાં સીટી બી. ડિવિઝનના પીએસઆઇ કે.એન.જાડેજા બનાવના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને વિદ્યાર્થીના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસની પૂછપરછ દરમિયાન તબીબી વિદ્યાર્થી યુવાને પોતાના મિત્રો પાસેથી હાથ ઉછીના રૂપિયા લીધા હતા, જે બાબતે ગઈકાલે ઉતેણે પોતાના પિતાને જાણ કરતા પિતાએ આ બાબતે ઠપકો આપ્યો હતો, જેથી તેને મનમાં લાગી આવ્યું હતું અને આત્મહત્યાનું? પગલું ભરી લીધું હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે.