VIDEO: વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, પાકને નુકસાનની ભીતિ
VIDEO: ગીર-સોમનાથ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે સવારે વેરાવળના ગ્રામ્ય
VIDEO: ગીર-સોમનાથ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે સવારે વેરાવળના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વેરાવળના ભેટાડી, કોડીદ્રા, લુંભા, રામપરા સહિતના ગામડાઓમાં સારો એવો વરસાદ ખાબક્યો હતો. વરસાદને પગલે વાતાવરણમાં સારી એવી ઠંડક અનુભવાઈ રહી છે.
ચોમાસાના પાછોતરા વરસાદે ખેતરોમાં લણણીના સમયે પાકને નુકસાન થવાની શક્યતા છે. જેથી ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. વરસાદને લીધે નવરાત્રીમાં ખેલૈયાના રંગમાં ભંગ પડયો છે. એકસાથે ગરબા અને પાકના લણણી વચ્ચે વરસાદને લીધે ખેડૂતો અને ખેલૈયાઓને ચિંતામાં મૂકી દીધા છે.




