Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : What came in a parcel from London to Ahmedabad post office, which made the police run, know the whole matter

Ahmedabad news: લંડનથી પાર્સલમાં અમદાવાદ પોસ્ટ ઓફિસમાં એવું તે શું આવ્યું, જેનાથી પોલીસ પણ  દોડતી થઈ, જાણો આખો મામલો

Timeછેલ્લું અપડેટ : 27 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: લંડનથી પાર્સલમાં અમદાવાદ પોસ્ટ ઓફિસમાં એવું તે શું આવ્યું, જેનાથી પોલીસ પણ  દોડતી થઈ, જાણો આખો મામલો
સોર્સ : GSTV

Ahmedabad news : અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સ્પેશિયલ ઓપરેશન ગૃપ (SOG)એ શુક્રવારે (26 સપ્ટેમ્બર) લંડનથી મોકલવામાં આવેલા ચોકલેટ અને બિસ્કિટના પાર્સલમાં છુપાયેલા 525 ગ્રામ હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો છે. પોલીસે અંદાજે 52.58 લાખની કિંમતનો હાઇડ્રોપોનિક ગાંજા જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

App Store

વિદેશથી આવેલા પાર્સલમાં હાઇબ્રિડ ગાંજો ઝડપાયો
અધિકારીઓના જણાવ્યા અનુસાર, પોલીસે ગુપ્ત માહિતીના આધારે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા ફોરેન પોસ્ટ ઓફિસના પહેલા માળેથી આ ગાંજો પકડવામાં આવ્યો હતો. SOG અધિકારીઓની આગેવાની હેઠળની એક ટીમે એરપોર્ટ સેક્શન ઓફિસમાં છ પાર્સલની તપાસ કરી હતી. જેમાંથી માદક દ્રવ્યો મળી આવ્યા હતા.

સમગ્ર મામલે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની સંબંધિત જોગવાઈઓ હેઠળ ડિટેક્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (DCB) પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

 SOG અધિકારીઓએ જણાવ્યું હતું કે, પાર્સલ લંડનથી આવેલા છે. જેમાં ચોકલેટ અને બિસ્કિટની ભેટ તરીકે છૂપાવીને ગાંજો મોકલવામાં આવ્યો હતો. મોકલનાર અને જેને ગાંજો મેળવવાનો હતો એની હજુ સુધી ઓળખ થઈ નથી. આ શિપમેન્ટ પાછળના આંતરરાષ્ટ્રીય નેટવર્કને શોધવા અને અમદાવાદમાં ડ્રગ્સની હેરાફેરી માટે જવાબદાર લોકોની ઓળખ કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે.