Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : SOG arrests 2 accused with MD drugs worth Rs 1.68 lakh

 Bharuch news: 1.68 લાખના MD ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીની SOGએ કરી ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 27 Sept 2025
લાઇવ ટીવીGoogle News
 Bharuch news: 1.68 લાખના MD ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીની SOGએ કરી ધરપકડ
સોર્સ : GOOGLE

Bharuch news: ભરૂચ SOGએ નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન હેઠળ એમ.ડી.ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીઓને ઝડપી પાડી કરી રૂ.1.68 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
  
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ''નો ડ્રગ્સ ઈન ભરૂચ'' અભિયાન હેઠળ વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે જે અંતર્ગત સ્પેશ્યલ ઓપરેશન ગૃપની ટીમને બાતમી મળી હતી કે ભરૂચના કરમાડ ગામનો તૌશિફ પટેલ બાઈક પર શાકમાર્કેટ સીફા ત્રણ રસ્તાથી મનુબર ચોકડી તરફ કોઇ નશાકારક શંકાસ્પદ માદક પદાર્થ લઇ આવનાર છે. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફે વોચમાં રહી દરોડા પાડતા આરોપી તૌશિફ ઇકબાલ પટેલ પાસેથી 8.33 ગ્રામ MD ડ્રગસનો જથ્થો મળી આવ્યો હતો.આ જથ્થો તે અંકલેશ્વરમાં કસાઈવાડમાં રહેતા તૌશિફ અલ્તાફ કુરેશી પાસેથી લાવ્યો હોવાનું બહાર આવતા પોલીસે બન્નેની ધરપકડ કરી હતી.પોલીસે આરોપીઓ પાસેથી એમ.ડી.ડ્રગસ સહિત રૂ.1.68 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.

App Store