Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બોટાદ : Botad news: Social activists protest as water fills railway underbridge without rain

Botad news: વગર વરસાદે રેલવેના અંડરબ્રિજમાં પાણી ભરાતા સામાજિક કાર્યકરોએ વિરોધ ઠાલવ્યો

Timeછેલ્લું અપડેટ : 26 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Botad news: વગર વરસાદે રેલવેના અંડરબ્રિજમાં પાણી ભરાતા સામાજિક કાર્યકરોએ વિરોધ ઠાલવ્યો
સોર્સ : GSTV

Botad news: બોટાદ શહેરમાં સાળંગપુર રોડ પર આવેલા રેલવે અંડરબ્રિજમાં વગર વરસાદે પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ સમસ્યાથી કંટાળીને રાષ્ટ્રીય પછાત એકતા મંચના અધ્યક્ષ મનજીભાઈ સોલંકી અને તેમના કાર્યકરોએ અંડરબ્રિજમાં જ સ્નાન કરી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

App Store

આ રેલવે અંડરબ્રિજ બોટાદ શહેરનો એક મુખ્ય માર્ગ છે, જે સાળંગપુર અને અમદાવાદ તરફ જાય છે. આ ઉપરાંત, અહીંથી અનેક સરકારી કચેરીઓ પણ નજીક હોવાથી આ રસ્તો ખૂબ વ્યસ્ત રહે છે.

કાર્યકરોએ જણાવ્યું કે આ અંગે તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં પાણીના નિકાલ માટે કોઈ પગલાં લેવાયા નથી. આથી, તંત્રનું ધ્યાન દોરવા અને તાત્કાલિક પાણીનો નિકાલ કરવાની માંગ સાથે આ અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ઘટનાએ તંત્રની બેદરકારી અને નાગરિકોની હાલાકી પ્રત્યેની ઉદાસીનતાને ઉજાગર કરી છે.