Gandhinagar news: મહેસાણા અર્બન બેંકના CEO વિનોદ પટેલની CID ક્રાઈમે કરી ધરપકડ

Gandhinagar news: મહેસાણા અર્બન બેંકના સીઈઓ વિનોદ પટેલની આજે સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી લીધી હતી. જે બાદ વિનોદ પટેલની સીઆઈડી ક્રાઈમ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. વિનોદ પટેલે બિજન મહેતા અને તેની પત્ની અમન મહેની કંપનીના નામે લોન લીધી હતી. બાગેશ્રી ઈન્ફ્રા તથા ઓમ ઈન્ફ્રા નામની કંપનીના નામે બેંકમાંથી લોન લીધી હતી. આ 64 કરોડની લોનમાં આરબીઆઈ ગાઈડલાઈનનો ભંગ થયો હતો.
મહેસાણા અર્બન બેન્કના CEOની ધરપકડ
વર્ષ-2016થી 2023ના સમયગાળા દરમિયાન બાગેશ્રી ઈન્ફ્રા અને ઓમ ઈન્ફ્રા નામની કંપનીના નામે 64 કરોડની બેન્કમાંથી લોન લીધી હતી. CEO તરીકે વિનોદ પટેલે આરોપી બિજલ મહેતાના મેળાપીપણામાં લોન આપી હતી.
સત્તાનો દુરૂપયોગ કરી અને આરબીઆઈની ગાઈડલાઈનનો ભંગ કરીને લોન આપવામાં આવી હતી. આ મામલે મહેસાણા અર્બન બેંકની ગાંધીધામ શાખાના મેનેજર પી.ટી.પટેલની પણ ધરપકડ કરી હતી.

