Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : VIDEO: Even after 15 days, people are forced to live amidst rainwater in fields, houses, and schools in the border area of ​​Banaskantha

VIDEO: બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં 15 દિવસ બાદ પણ ખેતરો, મકાનો, શાળામાં વરસાદી પાણી વચ્ચે લોકો જીવવા મજબૂર

Timeછેલ્લું અપડેટ : 26 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પાછોતરા વરસાદે લોકોને સુખાકારી કરતાં હાલાકીમાં વધારો કરી દીધો છે. ગત 15 દિવસ અગાઉ ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ખાબકેલા ભારે વરસાદ બાદ ઠેર-ઠેર વરસાદી હાલાકી સર્જાઈ હતી. જેમાં બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા નાના ગામડામાં હજી વરસાદી પાણી ઓસર્યા નથી. જેથી લોકોને આ વરસાદી પાણીમાં જીવવા મજબૂર થયા છે.

App Store

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા બાલુંત્રી ગામમાં વરસાદી પાણી યથાવત્ છે. પાણી હજી લોકોના મકાનો, વાડા, શાળા, સ્મશાનભૂમિ, બજારમાં ભરાયેલા રહ્યા છે. જેથી હવે આ પાણીમાંથી માથું ફાટી જાય તેવી ગંદી વાસ આવવા લાગી છે. બાલુંત્રી ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડીમાં કેડ સમા પાણી ભરાયેલા પડયા છે. જેથી વિદ્યાર્થીઓ ભણવા નથી જઈ શકતા. આ અંગેની સરકારી તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય ન લેતા આખરે ખેડૂતો ઉપવાસ આંદોલન ઉપર જવાનો નિર્ણય કર્યો છે.