Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Raid on foreigners rave party at Zephyr Farm in Ahmedabad

અમદાવાદ: શીલજ પાસે ઝેફાયર ફાર્મ પર રેવ પાર્ટી પર દરોડા, 20 NRI સહિત 2 ભારતીયોની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 25 Oct 2025
લાઇવ ટીવીGoogle News
અમદાવાદ: શીલજ પાસે ઝેફાયર ફાર્મ પર રેવ પાર્ટી પર દરોડા, 20 NRI સહિત 2 ભારતીયોની ધરપકડ
સોર્સ : GSTV

ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદા હોવા છતાં વિદેશીઓની રેવ પાર્ટીઓનો ધંધો ચાલુ છે.અમદાવાદની બોપલ પોલીસે શીલજ પાસે આવેલા ઝેફાયર ફાર્મ પર એક વિશાળ રેવ પાર્ટી પર દરોડો પાડીને મોટી કાર્યવાહી કરી છે.બોપલ પોલીસે દારૂના નશામાં રહેલ 20 લોકોની ધરપકડ કરી છે. 20 NRI સહિત 2 ભારતીયો દારુ પાર્ટી કરતા ઝડપાયા હતા. મોટાભાગે આફ્રિકન નાગરિક હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

App Store

અમદાવાદમાં રેવ પાર્ટી પર પોલીસના દરોડા

બોપલ પોલીસને ગુપ્ત સુચના મળી હતી કે શીલજના ઝેફાયર ફાર્મ હાઉસ પર એક પાર્ટી ચાલી રહી છે જેમાં 50થી વધુ લોકો એકઠા થયા છે. પાર્ટીમાં હાઇ-વોલ્યુમ DJ મ્યુઝિક, કલરફુલ લાઇટ્સ અને વિદેશી બ્રાન્ડના દારૂનું વેચાણ થઇ રહ્યું છે. પોલીસે ફાર્મ પર પહોંચીને અચાનક દરોડો પાડ્યો હતો જેના કારણે પાર્ટીમાં અફરાતફરી મચી ગઈ હતી. 20 લોકોને દારૂના નશામાં જોવા મળ્યા હતા જેમને તુરંત ધરપકડ કરવામાં આવી હતી. આમાંથી 18 આફ્રિકન NRI અને 2 ભારતીય યુવાનો (એક અમદાવાદનો અને એક વડોદરાનો)નો સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલા યુવાનોની ઉંમર 22થી 35 વર્ષની વચ્ચે છે. 

પાર્ટી માટે છપાવ્યા હતા ખાસ પાસ

પોલીસની તપાસમાં વધુ ચોંકાવનારી વિગતો ખુલી છે. આ 'શરાબ-શબાબ'ની પાર્ટી માટે આયોજકો દ્વારા ખાસ પાસ છપાવવામાં આવ્યા હતા. આ પાસ પર પાર્ટીમાં 'અનલિમિટેડ દારૂ' પી શકાશે, તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે આ પાર્ટીનું આયોજન કેટલા મોટા પાયે કરવામાં આવ્યું હતું.

બોપલ પોલીસે હાલ તમામ 15 લોકોની અટકાયત કરી, ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પાર્ટીના મુખ્ય આયોજકો કોણ હતા, ફાર્મહાઉસ કોની માલિકીનું છે અને આટલો મોટો દારૂનો જથ્થો ગુજરાતમાં ક્યાંથી આવ્યો, તે દિશામાં પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે.

બોપલના પોલીસ અધિકારીએ જણાવ્યું કે, "આ પાર્ટી અનધિકૃત હતી અને ગુજરાત પ્રોહિબિશન એક્ટ 1949ના ઉલ્લંઘન હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. વિદેશીઓ વચ્ચે આવી પાર્ટીઓ વધી રહી છે, જે ડ્રગ્સ અને અન્ય અપરાધો તરફ દોરી જાય છે. અમે તપાસમાં ડ્રગ્સની હાજરીની શક્યતા પણ તપાસીશું." 

અમદાવાદમાં રેવ પાર્ટીમાં વધારો

મહત્ત્વપૂર્ણ છે કે તાજેતરમાં 2025માં બોપલ પોલીસે શીલજના ક્લબ 07માં એક ટેકનો પાર્ટી પર દરોડા પાડીને 9 લોકોની ધરપકડ કરી હતી જેમાં દારુ અને નોઇઝ પોલ્યુશનના કેસ નોંધાયા હતા.