પરેશ ધાનાણીના ભાજપ પર પ્રહાર: ‘બંધારણ ખતરામાં હશે તો ભવિષ્ય પણ અંધકારમાં રહેશે’

અમદાવાદમાં કોંગ્રેસની સંવિધાન રક્ષા માર્ચ દરમિયાન પરેશ ધાનાણીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે ગાંધી અને સરદારના નેતૃત્વમાં દેશને આઝાદી મળી, પરંતુ આજે બંધારણના પગથિયે ઊભા રહી બંધારણીય સંસ્થાઓ પર કબજો કરવામાં આવી રહ્યો છે.

પરેશ ધાનાણીએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, આજે બંધારણ ખતરામાં હશે તો દેશનું ભવિષ્ય પણ અંધકારમાં રહેશે. કોંગ્રેસના કાર્યકર્તા તરીકે મતાધિકાર જળવાઈ રહે તે માટે વિશેષ જવાબદારી નિભાવવાની જરૂર છે.

જાહેરાત

તેમણે ભાજપ પર આક્ષેપ કરતાં કહ્યું કે દેશના મતદારોને જીવતી લાશ બનાવવાનું કામ કરવામાં આવ્યું છે. સાથે જ ચેતવણી આપી કે જો સત્તા બેલગામ થશે તો મોંઘવારી જનતાને મારીને ખાશે.

પરેશ ધાનાણીના આ નિવેદનથી સંવિધાન રક્ષા માર્ચ દરમિયાન રાજકીય માહોલ ગરમાયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત