NEET PG 2025: 13 હજારથી વધુ ગુજરાતના ઉમેદવારો આપશે આજે પરીક્ષા

આજે દેશભરમાં NEET PGની પરીક્ષા યોજાઈ રહી છે, જેમાં 2.24 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. ગુજરાતમાં 13 હજારથી વધુ ઉમેદવારો આ પરીક્ષા આપશે, જે રાજ્યના 18 પરીક્ષા કેન્દ્રો પર યોજાશે. સુપ્રીમ કોર્ટના આદેશને પગલે, આ વખતે પરીક્ષા એક જ સેશનમાં સવારે 9 થી બપોરે 12:30 વાગ્યા સુધી યોજાશે. આ કમ્પ્યૂટર આધારિત પરીક્ષામાં 200 બહુવિકલ્પી પ્રશ્નો હશે, જેનું કુલ 800 માર્ક્સ હશે.
પરીક્ષા માટે મહત્ત્વપૂર્ણ માર્ગદર્શિકા
- ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પર તેમના NEET PG એડમિટ કાર્ડની હાર્ડ કોપી લાવવાની રહેશે.
- ડ્રેસ કોડ મુજબ કપડાં પહેરીને આવવું.
- પરીક્ષા ખંડમાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, કેલ્ક્યુલેટર, કાગળ, સ્ટેશનરી, ખોરાક અથવા અન્ય વસ્તુઓની મંજૂરી નથી.
- પરીક્ષા કેન્દ્રમાં મોડા પ્રવેશની મંજૂરી આપવામાં આવશે નહીં. જેના માટે NBEMS જવાબદાર રહેશે નહીં.
- 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે.
- દર વર્ષે બે લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપે છે. ઉમેદવારોએ 26,699 ડોક્ટર ઓફ મેડિસિન (MD), 13886 માસ્ટર ઓફ સર્જરી (MS) અને 922 PG ડિપ્લોમા બેઠકો પર પ્રવેશ માટે NEET PG પરીક્ષા પાસ કરવી પડશે.

