Video: દિવાળીમાં અમદાવાદ મેડિકલ એસોસિએશનનું 'ડોક્ટર ઓન કોલ', 70 ડોક્ટરોની ટીમ તૈનાત

દિવાળી પર્વ દરમિયાન નાગરિકોને તાત્કાલિક તબીબી સારવાર મળી રહે તે માટે અમદાવાદ મેડિકલ એસોસિએશન અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. તહેવાર દરમિયાન અકસ્માત અને દાઝી જવાના કેસમાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને AMA દ્વારા 'ડોક્ટર ઓન કોલ' કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત 70 ડોક્ટરોની ટીમ અને 6 કો-ઓર્ડિનેટરની નિમણૂક કરવામાં આવી છે. 7થી 13 નવેમ્બર દરમિયાન દિવાળીના સપ્તાહમાં સામાન્ય રીતે અંદાજે 80 જેટલા મેડિકલ કોલ મળતા હોવાનું એસોસિએશને જણાવ્યું છે. આ ઉપરાંત મહિલાઓના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપીને 'પિંક એપ' પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ મહિલાઓને મેમોગ્રાફી અને અલ્ટ્રાસોનોગ્રાફીના રિપોર્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે.
જાહેરાત







