અમદાવાદમાં ગેન્ગવોર: ચાંદખેડામાં જાહેર રોડ પર ખેલાયો ખુની ખેલ, એક યુવકનું મોત
અમદાવાદમાં ફરી એક વખત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ લાગી રહ્યું છે. બોપલમાં એક વિ

અમદાવાદમાં ફરી એક વખત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ લાગી રહ્યું છે. બોપલમાં એક વિદ્યાર્થિની છરીના ઘા મારીને હત્યા બાદ ચાંદખેડામાં ગેન્ગવોરમાં એક યુવકનું મોત થયું છે.
ચાંદખેડામાં ગેન્ગવોરમાં એક યુવકે ગુમાવ્યો જીવ
અમદાવાદના ચાંદખેડામાં જાહેર રોડ પર ખુની ખેલ ખેલાયો હતો. મોટેરા સ્ટેડિયમ પાસે વહેલી સવારે ગેન્ગવોરમાં એક યુવકનું મોત થયું છે. એક જ કોમના બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં સરદારજી ગોપાલ વણઝારા નામના યુવકનું મોત થયું હતું. આ ઘટનામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: Video: યુવકે સુરત પોલીસને પડાવી દીધો પરસેવો! હાથમાં ચપ્પુ લઈને મચાવી ધમાલ
ચાંદખેડા વિસ્તારમાં બે ગાડીમાં આવેલા લોકોએ એક બીજા પર હુમલો કરીને આતંક મચાવ્યો હતો. ખુલ્લેઆમ અમદાવાદમાં ફરી એક વખત ગેન્ગવોર જેવી સ્થિતિ જોવા મળતા સુરક્ષા સામે સવાલ ઉભા થયા છે. એક યુવકની હત્યા કર્યા બાદ લોકો ધારિયા સહિતના તીક્ષ્ણ હથિયાર છોડીને નાસી છુટ્યા હતા. મૃતક કોતરપુર વિસ્તારનો હોવાનું જાણવા મળે છે. આ બે જૂથ વિરૂદ્ધ અગાઉ પણ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાઇ ચુક્યો હોવાનું જાણવા મળે છે. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.






