Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Megha beats in Gujarat; 5 Dams on high alert, know where the heaviest rain fell

Gujaratમાં મેઘાની ધબધબાટી; 5 ડેમ હાઈએલર્ટ પર, જાણો ક્યાં ખાબક્યો સૌથી વધુ વરસાદ

Timeછેલ્લું અપડેટ : 05 Jul 2026
લાઇવ ટીવીGoogle News
Gujaratમાં મેઘાની ધબધબાટી; 5 ડેમ હાઈએલર્ટ પર, જાણો ક્યાં ખાબક્યો સૌથી વધુ વરસાદ
સોર્સ : AI

રાજ્યમાં ચોમાસું 2026 પૂરી તાકાત સાથે સક્રિય થઈ ગયું છે. હવામાન વિભાગ અને રાજ્ય સરકારે જાહેર કરેલા સંકલિત રિપોર્ટ મુજબ, ગુજરાતમાં આજ સવારના 6:00 વાગ્યા સુધીમાં કુલ સરેરાશ 138.75 મિમિ (આશરે સાડા પાંચ ઇંચ)વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે કુલ સરેરાશ વરસાદના 15.26% જેટલો થાય છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 31 જિલ્લાના 196 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે રાજ્યના 6 સ્ટેટ હાઈવે બંધ થઈ ગયા છે તો 5 ડેમને હાઈ એલર્ટ પર પણ મૂકવામાં આવ્યા છે.

App Store

24 કલાક અને આજના દિવસમાં ક્યાં તૂટી પડ્યો સૌથી વધુ વરસાદ?

છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં ભારે વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને અમરેલી જિલ્લામાં મેઘરાજાએ તોફાની ઇનિંગ રમી છે, જેમાં આજના દિવસમાં  પણ ભારે વરસાદ ચાલુ રહ્યો, આંકડા પર નજર કરીએ તો-
રાજુલા (અમરેલી): આજના દિવસમાં 216 મિમિ (8.5 ઈંચ) વરસાદ ખાબક્યો છે , જ્યારે છેલ્લા 24 કલાકમાં પણ અહીં 171 મિમિ (6.73 ઈંચ) વરસાદ પડ્યો હતો. 
ખાંભા (અમરેલી): છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 197 મિમિ (7.76 ઈંચ) વરસાદ અને આજના દિવસમાં વધુ 135 મિમિ (5.31 ઈંચ) વરસાદ નોંધાયો છે.
લીલીયા (અમરેલી): આજના દિવસમાં 103 મિમિ (4.06 ઈંચ) વરસાદ
સાવરકુંડલા (અમરેલી): આજના દિવસમાં 94 મિમિ (3.7 ઈંચ) વરસાદ
જાફરાબાદ (અમરેલી): આજના દિવસમાં 86 મિમિ (3.39 ઈંચ) વરસાદ
ઉના (ગીર સોમનાથ): છેલ્લા 24 કલાકમાં 163 મિમિ (6.42 ઈંચ) વરસાદ
ગણદેવી (નવસારી): છેલ્લા 24 કલાકમાં 157 મિમિ (6.18 ઈંચ) વરસાદ
મહુવા (ભાવનગર): છેલ્લા 24 કલાકમાં 154 મિમિ (6.06 ઈંચ) વરસાદ

6 સ્ટેટ હાઈવે બંધ

વરસાદના કારણે માળખાકીય સુવિધાઓને પણ અસર પહોંચી છે. GUVNLના અહેવાલ મુજબ વરસાદથી વીજપોલ અને ટ્રાન્સફોર્મરને નુકસાન થતાં 2,457 ગામો અસરગ્રસ્ત થયા હતા, જેમાંથી 2,336 ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરી દેવાયો છે, જ્યારે 121 ગામોમાં કામગીરી બાકી છે. માર્ગ અને મકાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં 76 પંચાયત અને 6 સ્ટેટ હાઈવે, તેમજ અન્ય 10 મળીને કુલ 95 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે, જેને વહેલી તકે ચાલુ કરવા માટે તંત્ર કાર્યરત છે.

જળાશયોની સ્થિતિ: નર્મદા ડેમ 64% ભરાયો, 5 ડેમ હાઈ એલર્ટ પર

સરદાર સરોવર નર્મદા ડેમ: નર્મદા ડેમમાં હાલ 2,14,577 mcft પાણીનો સંગ્રહ છે, જે તેની કુલ ક્ષમતાના 64.23% જેટલો થાય છે. ડેમમાં હાલ 22,203.13 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.
અન્ય જળાશયો: રાજ્યના અન્ય 206 જળાશયોમાં 2,04,217 mcft પાણીનો સંગ્રહ છે (કુલ ક્ષમતાના 36.61%). જેમાંથી 14 ડેમ 70% થી 100% ની વચ્ચે ભરાઈ ચૂક્યા છે.
એલર્ટની સ્થિતિ: રાજ્યના 5 ડેમ સંપૂર્ણ ભરાતા હાઈ એલર્ટ પર છે, જેમાં અમરેલીના ધાતરવડી (100%), સુરજવાડી (100%), રાયડી (95.24%), ધાતરવડી-II (93.72%) અને સુરેન્દ્રનગરનો ધોળીધજા (94.11%) ડેમ સામેલ છે. આ ઉપરાંત 3 ડેમ એલર્ટ પર અને 9 ડેમ વોર્નિંગ પર છે. અમરેલીનો ધાતરવડી ડેમ હાલ ઓવરફ્લો (અનગેટેડ) થઈ રહ્યો છે.

સ્થળાંતર, રેસ્કયૂ અને રાહત કામગીરી

ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાંથી તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 597 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે અને 60 લોકોનું રેસ્કયૂ કરવામાં આવ્યું છે. સૌથી વધુ જૂનાગઢમાંથી 297 અને ગીર સોમનાથમાંથી 250 લોકોનું સ્થળાંતર કરાયું છે. બચાવ કામગીરી માટે રાજ્યમાં NDRF ની 9 ટીમો અને SDRF ની 25 પ્લાટુન તૈનાત કરવામાં આવી છે. પરિસ્થિતિને જોતાં વડોદરાથી NDRF ની વધુ 1 ટીમ અમરેલી જવા રવાના કરવામાં આવી છે.

કયા વર્ષે ગુજરાતમાં કેટલો સરેરાશ વરસાદ?

વર્ષ 2023: કુલ 948.06 મિમિ વરસાદ નોંધાયો હતો, જે ટકાવારીની દ્રષ્ટિએ 108.16% હતો.
વર્ષ 2024: કુલ 1263.90 મિમિ વરસાદ નોંધાયો હતો, જે ટકાવારીની દ્રષ્ટિએ 143.14% હતો
વર્ષ 2025: કુલ 1133.75 મિમિ વરસાદ નોંધાયો હતો, જે ટકાવારીની દ્રષ્ટિએ 128.57% હતો.
વર્ષ 2026 (ચાલુ વર્ષ): આજ દિન સુધી કુલ 138.75 મિમિ વરસાદ નોંધાયો છે (જે અંદાજે 5.46 ઈંચ થાય છે), જે સરેરાશ વરસાદની સામે 15.26% જેટલો છે.

માછીમારોને ચેતવણી

હવામાન વિભાગ (IMD) દ્વારા ગુજરાતના દરિયાકાંઠાના માછીમારોને આગામી તારીખ 05 જુલાઇ 2026 થી 09 જુલાઇ 2026 સુધી દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે.