VIDEO: વડાલી-ખેડબ્રહ્મામાં ધોધમાર વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી
સોર્સ : gstv
સાબરકાંઠા જિલ્લાના વડાલી અને ખેડબ્રહ્મા પંથકમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પ્રથમ વરસાદમાં ગ્રામ્ય વિસ્તારોના બાળકો વરસાદની મજા માણતા નજરે પડ્યા. ગ્રામ્ય વિસ્તારોમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે, કારણ કે ચોમાસુ પાક માટે વરસાદની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદને કારણે અસહ્ય ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે.

