Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : major racket of counterfeit goods in the name of branded companies was busted

Ahmedabad/ બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી સામાન પધરાવતું મોટું રેકેટ ઝડપાયું: 3 લોકોની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 24 May 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad/ બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી સામાન પધરાવતું મોટું રેકેટ ઝડપાયું: 3 લોકોની ધરપકડ
સોર્સ : ai

Fake Branded Goods Racket In Ahmedabad: અમદાવાદમાં જાણીતી કંપનીઓના પેકિંગ અને લોગોની આબેહૂબ નકલ કરી ગ્રાહકોને નકલી સામાન પધરાવી આર્થિક લાભ ખાટતી ટોળકી સક્રિય થઇ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે એસ. જી. હાઇવે પર આવેલા સોલા ભાગવત ગેટ નજીકથી નકલી સિગારેટ, ઘી, ચા અને મસાલા સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓનું વેચાણ કરતા 3 શખસોને ઝડપી પાડ્યા છે. કોપીરાઇટ એક્ટના ભંગ બદલ પોલીસે આ ત્રણેય સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

App Store

બેંગ્લોરની કંપનીની બાતમી અને ક્રાઇમ બ્રાંચનું ઓપરેશન

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, બેંગ્લોર સ્થિત એક ઓથોરાઇઝ્ડ એજન્સીના અધિકારીને અમદાવાદમાં બ્રાન્ડેડ કંપનીની નકલી સિગારેટ વેચાતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે એજન્સીના અધિકારીએ ડમી ગ્રાહક બનીને નકલી સામાન વેચતા શખસનો સંપર્ક કર્યો હતો અને મોટા જથ્થામાં માલ ખરીદવાના બહાને તેને સોલા ભાગવત ગેટ પાસે બોલાવ્યો હતો. આ દરમિયાન ક્રાઇમ બ્રાંચની ટીમે ઘટનાસ્થળે વોચ ગોઠવી દીધી હતી.

ત્યાં કાર લઇને પહોંચેલા ત્રણ શખસો અરુણકુમાર ગુપ્તા, સચિન ગુપ્તા અને સુજીત પોદ્દારને પોલીસે ઘેરી લીધા હતા. કારની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારમાંથી માત્ર નકલી સિગારેટ જ નહીં, પરંતુ રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી અનેક જાણીતી બ્રાન્ડ્સનો નકલી જથ્થો મળી આવ્યો હતો.

ઝડપાયેલો નકલી મુદ્દામાલ

પોલીસે આરોપીઓ પાસેથી સિગારેટના 44 મોટા પેકેટ, અમૂલ ઘીના 15 પાઉચ, ચાના 12 પેકેટ, ડીટર્જન્ટના 14 પેકેટ અને મસાલાના 60 પેકેટ, બીડીના 15 પેકેટ સહિત કુલ મુદ્દામાલ 3,09,197 રૂપિયાનો સામન જપ્ત કર્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મુખ્ય સૂત્રધાર સુજીત પોદ્દારે કબૂલાત કરી હતી કે, તે અલગ-અલગ સ્થાનો પરથી સસ્તા ભાવે આ ડુપ્લિકેટ માલ ખરીદી લાવતો હતો. ત્યારબાદ અરુણ અને સચિન મારફતે આ સામાન બજારમાં છૂટક ગ્રાહકો તથા નાના દુકાનદારોને ઓરિજિનલ ભાવે પધરાવી દેવામાં આવતો હતો.

ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા અને કંપનીઓની શાખ બગાડતા આ કૌભાંડમાં નકલી સામાનનો આ મોટો જથ્થો ક્યાં તૈયાર થતો હતો અને ક્યાંથી સપ્લાય કરવામાં આવતો હતો, તે દિશામાં ક્રાઇમ બ્રાંચે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.