Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Label of details of name, ingredient, nutrients etc. on foods Mandatory

ખાદ્ય પદાર્થો પર નામ, ઘટક, પોષક તત્વો વગેરેની વિગતોનું લેબલ ફરજિયાત

Timeછેલ્લું અપડેટ : 09 Sept 2026
લાઇવ ટીવીGoogle News
ખાદ્ય પદાર્થો પર નામ, ઘટક, પોષક તત્વો વગેરેની વિગતોનું લેબલ ફરજિયાત
સોર્સ : gstv

અમદાવાદ શહેરમાં શેરીએ શેરીએ આવેલી હોટેલ-રેસ્ટોરન્ટથી લઈને લારીઓ સુધી વેચાતા અખાદ્ય ખોરાકના દૂષણને કાબૂમાં લેવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે કમર કસી છે. જેના ભાગરૂપે મ્યુનિ. દ્વારા શહેરમાં વેચાતા તમામ ખાદ્ય પદાર્થો પર નામ, ઘટક અને પોષક તત્ત્વો વગેરે જેવી તમામ જરૂરી વિગતો દર્શાવતું લેબલ લગાવવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જોકે, ભૂતકાળમાં પણ છૂટક વેચાતી મીઠાઈઓ પર ઉત્પાદન તારીખ (મેન્યુફેક્ચરિંગ ડેટ) અને એક્સપાયરી ડેટ લખવાની સૂચના આપવામાં આવી હતી, પરંતુ સમય જતાં તેનું પાલન ધીમે ધીમે બંધ થઈ ગયું છે.

App Store

100થી વધુ બેકર્સ સાથે બેઠક યોજીને મ્યુનિ.ની કડક તાકીદ

અમદાવાદમાં ખાણીપીણીની વસ્તુઓની ગુણવત્તા ચકાસવા માટે મ્યુનિ. દ્વારા અગાઉ પણ કેટલીક મહત્ત્વની સૂચનાઓ આપવામાં આવી હતી, જેમાં હોટેલ-રેસ્ટોરન્ટના રસોડાનું ગ્રાહકો સમક્ષ લાઈવ સ્ટ્રિમિંગ કરવું તથા દુકાનોમાં મીઠાઈ અને ફરસાણના પ્રાથમિક ટેસ્ટિંગ માટેની કિટ રાખવી વગેરેનો સમાવેશ થાય છે. આ કવાયતના ભાગરૂપે મ્યુનિ.ના ફૂડ વિભાગે ગુજરાત બેકર્સ એસોસિએશનના 100થી વધુ સભ્યો સાથે એક મહત્ત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં તમામ વેપારીઓને યોગ્ય પેકેજિંગ કરવા અને ફરજિયાત લેબલિંગની જોગવાઈઓનો ચૂસ્તપણે અમલ કરવા કડક તાકીદ કરવામાં આવી છે. આ નિયમોનું અનાદર કરનાર કે પાલન ન કરનાર ફૂડ બિઝનેસ ઓપરેટરો સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.

બીજી તરફ, અમદાવાદમાં મીઠાઈ અને ફરસાણના વેપારીઓ માટે પોતાની દુકાનમાં 'રેપિડ ફૂડ ટેસ્ટિંગ કિટ' રાખવી ફરજિયાત કરવામાં આવી છે, પરંતુ મોટાભાગની દુકાનોમાં હજુ સુધી આ કિટ રાખવામાં આવી નથી. મ્યુનિ. દ્વારા જાહેર કરાયેલી તાજી વિગતો મુજબ, હાલમાં મીઠાઈના માત્ર એક ચેઈન સ્ટોરે પોતાના 15 આઉટલેટમાં આ કિટ મૂકી છે, જ્યારે અન્ય ત્રણ જાણીતા વ્યવસાયકારો જ મ્યુનિ.ના સંપર્કમાં આવ્યા છે. આમ, આ યોજનાની અમલવારી શહેરમાં હજુ પણ ખૂબ ધીમી ઝડપે ચાલી રહી છે.

લેબલ પર કઈ કઈ વિગતો દર્શાવવી ફરજિયાત છે?

મ્યુનિ.ના નવા નિયમો અનુસાર ખાદ્ય પદાર્થોના પેકિંગ પર નીચે મુજબની વિગતો સ્પષ્ટપણે લખવી પડશે:

  • ખાદ્ય પદાર્થનું નામ અને તેના ઘટકોની યાદી
  • એલર્જન સંબંધિત માહિતી અને પોષક તત્ત્વોની વિગતો
  • શાકાહારી કે માંસાહારી હોવાનું દર્શાવતું ચિન્હ
  • નેટ ક્વોન્ટિટી (વજન/પ્રમાણ), બેચ અથવા લોટ નંબર અને તારીખ
  • એફએસએસએઆઈ (FSSAI) લોગો અને લાયસન્સ/રજિસ્ટ્રેશન નંબર
  • ઉત્પાદકના પૂરા નામ અને સરનામા
ટોપિક્સ:GSTV NewsGujarati News