Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Killer game on the doorstep of the building in Sachana, Viramgam, a mob of 9 persons fatally attacked three including father-son

વિરમગામના સચાણામાં મકાનના દરવાજા મુદ્દે ખૂની ખેલ, 9 શખસોના ટોળાએ પિતા-પુત્ર સહિત ત્રણ પર કર્યો જીવલેણ હુમલો

Timeછેલ્લું અપડેટ : 06 Oct 2026
લાઇવ ટીવીGoogle News
વિરમગામના સચાણામાં મકાનના દરવાજા મુદ્દે ખૂની ખેલ, 9 શખસોના ટોળાએ પિતા-પુત્ર સહિત ત્રણ પર કર્યો જીવલેણ હુમલો
સોર્સ : gstv

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના સચાણા ગામમાં નવા બની રહેલા મકાનનો દરવાજો રસ્તા તરફ રાખવા બાબતે ઉગ્ર બોલાચાલી બાદ હિંસક અથડામણની ઘટના સામે આવી છે. સચાણા ગામના રાજપુતવાસમાં નિર્માણાધીન મકાનમાં દરવાજાના મુદ્દે તકરાર વધતાં 9 લોકોના ટોળાએ લાકડીઓ સાથે ધસી આવી પિતા-પુત્ર સહિત ત્રણ વ્યક્તિઓ પર હુમલો કર્યો હતો.

App Store

લાકડીઓ વડે ઢોર માર માર્યો, વૃદ્ધના માથામાં ગંભીર ઈજા

મળતી માહિતી અનુસાર, સચાણાના રાજપુતવાસમાં મકાન નિર્માણ દરમિયાન દરવાજો રસ્તા તરફ રાખવા અંગે તકરાર થઈ હતી. આ મુદ્દે ઉશ્કેરાઈને અજય ભરવાડ સહિત 9 શખસોનું ટોળું લાકડીઓ જેવા હથિયારો સાથે ધસી આવ્યું હતું. હુમલાખોરોએ ફરિયાદી, તેના પુત્ર અને પિતા નવલસંગ પરમાર પર તૂટી પડીને લાકડીઓ વડે ઢોર માર માર્યો હતો. આ હુમલામાં નવલસંગ પરમારના માથાના ભાગે લાકડીનો જોરદાર ઘા વાગતાં તેઓ લોહીલુહાણ થઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

જાનથી મારી નાખવાની ધમકી આપી, ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં દાખલ

હુમલાખોરોએ જો મકાનનો દરવાજો તે તરફ મૂકવામાં આવશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઘટના બાદ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે વિરમગામની શિવ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં માથામાં ગંભીર ઈજા પામેલા વૃદ્ધ નવલસંગ પરમારને ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ હિંસક બનાવ અંગે વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે અજય ભરવાડ સહિત 9 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે હુમલાખોરો સામે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News