VIDEO: વિરમગામના વાંસવા ગામમાં શિક્ષકની બદલીને લઈને વિવાદ
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના વાંસવા ગામની પે સેન્ટર પ્રાથમિક શાળામાં શિક્ષકની બદલીને લ

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના વાંસવા ગામની પે સેન્ટર પ્રાથમિક શાળામાં શિક્ષકની બદલીને લઈને વિવાદ વકર્યો છે. ગ્રામ પંચાયત અને સરપંચે શિક્ષક ભવ્ય હર્ષદકુમાર સામે ગેરવર્તણૂક સહિતના ગંભીર આક્ષેપો સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત કરી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે શિક્ષક ગેરવર્તણૂક અને ગાળાગાળી કરે છે તથા અગાઉ મહિલા શિક્ષિકાઓ સાથે પણ ગેરવર્તન કર્યું હતું. સરકારી ગ્રાન્ટનો હિસાબ SMC સભ્યોને ન આપવાનો અને શાળાનું લેપટોપ ઘરે લઈ જઈ અંગત ઉપયોગ કરવાનો પણ આરોપ છે. ગ્રામજનોએ ચીમકી આપી છે કે શિક્ષકની તાત્કાલિક બદલી નહીં થાય તો શાળાને તાળાબંધી કરવામાં આવશે.




