Indian Railways: સાબરમતીમાં રેલવેનો મેગા બ્લોક: વિરમગામ મેમુ અને વડનગર ઈન્ટરસિટી રદ, મુસાફરી કરતા પહેલા ચેક કરો ટ્રેન સ્ટેટસ

Indian Railways: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં અમદાવાદ–વિરમગામ રેલખંડ પર સાબરમતી ‘એ’ કેબિન (SBT-A) અને સાબરમતી (SBT-E) વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમના કમિશનિંગ કાર્ય માટે 27 જાન્યુઆરી, 2026ના રોજ પ્રસ્તાવિત બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છેઃ
આંશિક રૂપે નિરસ્ત ટ્રેનો :
- તારીખ 27.01.2026ની ટ્રેન નંબર 20901/20902 મુંબઈ સેન્ટ્રલ–ગાંધીનગર કેપિટલ–મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ અમદાવાદ અને ગાંધીનગર કેપિટલ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
2. તારીખ 27.01.2026ની ટ્રેન સંખ્યા 22926 ઓખા–અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ (01-ટ્રિપ) તેના નિર્ધારિત માર્ગ વિરમગામ–સાણંદ–સાબરમતી (જેલ સાઈડ)–અમદાવાદના બદલે પરિવર્તિત માર્ગ વાયા વિરમગામ–કટોસન રોડ–કલોલ–સાબરમતી બીજી ના રસ્તે ચાલશે તથા સાબરમતી બીજી સ્ટેશન (ધર્મનગર સાઈડ) પર શોર્ટ ટર્મિનેટ થશે. ઉપરાંત, આ ટ્રેન સાબરમતી બીજી (ધર્મનગર સાઇડ) અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. આ દરમ્યાન ટ્રેન સાણંદ, સાબરમતી જં. (જેલ સાઇડ) અને અમદાવાદ નહીં જાય.
સંપૂર્ણ રદ ટ્રેનો
1. તારીખ 26.01.2026 તથા 27.01.2026ની ટ્રેન સંખ્યા 69185 અમદાવાદ–વિરમગામ મેમૂ રદ રહેશે.
2. તારીખ 27.01.2026 તથા 28.01.2026ની ટ્રેન સંખ્યા 69186 વિરમગામ–અમદાવાદ મેમૂ રદ રહેશે.
3. તારીખ 26.01.2026 તથા 27.01.2026ની ટ્રેન સંખ્યા 22959 વડોદરા–જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે.
4. તારીખ 27.01.2026 તથા 28.01.2026ની ટ્રેન સંખ્યા 22960 જામનગર–વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે.
5. તારીખ 27.01.2026ની ટ્રેન સંખ્યા 20959/20960 વલસાડ–વડનગર–વલસાડ ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ રદ રહેશે.
માર્ગ પરિવર્તિત ટ્રેનો
1. તારીખ 27.01.2026ની ટ્રેન સંખ્યા 14807 જોધપુર–દાદર એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ ખોડિયાર–સાબરમતી બીજીના બદલે પરિવર્તિત માર્ગ વાયા ખોડિયાર–ચાંદલોડિયા–સાબરમતી ‘એ’ કેબિન–અમદાવાદ ના રસ્તે ચાલશે. આ દરમિયાન, આ ટ્રેન સાબરમતી બીજી (ધર્મનગર સાઇડ)ના બદલે સાબરમતી સ્ટેશન (જેલ સાઇડ) પર રોકાશે.
2. તારીખ 26.01.2026ની ટ્રેન સંખ્યા 19032 યોગ નગરી ઋષિકેશ–સાબરમતી યોગા એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ ખોડિયાર–સાબરમતી બીજીના બદલે પરિવર્તિત માર્ગ વાયા ખોડિયાર–ચાંદલોડિયા–સાબરમતી ‘એ’ કેબિનના રસ્તે ચાલશે. આ દરમિયાન, આ ટ્રેન સાબરમતી બીજી (ધર્મનગર સાઇડ)ના બદલે સાબરમતી સ્ટેશન (જેલ સાઇડ) પર જશે.
3. તારીખ 26.01.2026ની ટ્રેન સંખ્યા 14805 યશવંતપુર–બાડમેર એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ અમદાવાદ–સાબરમતી બીજી–ખોડિયારના બદલે પરિવર્તિત માર્ગ વાયા અમદાવાદ–સાબરમતી ‘એ’ કેબિન–ચાંદલોડિયા–ખોડિયાર ના રસ્તે ચાલશે. આ દરમિયાન, આ ટ્રેન સાબરમતી બીજી (ધર્મનગર સાઇડ)ના બદલે સાબરમતી સ્ટેશન (જેલ સાઇડ) પર રોકાશે.
4. તારીખ 27.01.2026ની ટ્રેન સંખ્યા 12216 બાંદ્રા ટર્મિનસ–દિલ્લી સરાય રોહિલ્લા ગરીબ રથ એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ અમદાવાદ–સાબરમતી બીજી (ધર્મનગર સાઇડ)–ખોડિયારના બદલે પરિવર્તિત માર્ગ વાયા અમદાવાદ–સાબરમતી ‘એ’ કેબિન–ચાંદલોડિયા–ખોડિયારના રસ્તે ચાલશે.
5. તારીખ 27.01.2026ની ટ્રેન સંખ્યા 11089 ભગત કી કોઠી–પુણે એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ ખોડિયાર–સાબરમતી બીજી (ધર્મનગર સાઇડ)ના બદલે પરિવર્તિત માર્ગ વાયા ખોડિયાર–ચાંદલોડિયા–સાબરમતી ‘એ’ કેબિન ના રસ્તે ચાલશે.
યાત્રીઓને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરે . વિગતવાર માહિતી માટે યાત્રીઓ કૃપા કરીને રેલવેની અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.inપર જઈને અવલોકન કરી શકે છે.

