Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : https://bit.ly/Gujarat-Rain-Update-2026

VIDEO: ભીષણ ગરમી વચ્ચે કમોસમી વરસાદી ઝાપટાં: જાણો 18-19 માર્ચે તમારા શહેરમાં શું રહેશે સ્થિતિ?

Timeછેલ્લું અપડેટ : 15 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પારો વધી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યના વાતાવરણમાં મોટા પલટાની આગાહી કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, પશ્ચિમી વિક્ષેપો (Western Disturbances) સક્રિય થવાને કારણે આગામી 18 અને 19 માર્ચના રોજ રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પડવાની પૂરેપૂરી શક્યતા છે.

App Store

કયા દિવસે ક્યાં પડશે વરસાદ?
હવામાન વિભાગના જણાવ્યા મુજબ વરસાદ બે તબક્કામાં વહેંચાશે:

18 માર્ચના રોજ: મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારો પ્રભાવિત થશે. જેમાં કચ્છ, દ્વારકા, મોરબી અને જામનગર જિલ્લામાં વરસાદી ઝાપટાં પડી શકે છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં પણ વાદળછાયા વાતાવરણ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

19 માર્ચના રોજ: વરસાદનો વ્યાપ વધશે અને તે દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પહોંચશે. રાજકોટ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ સહિત ભરૂચ, વડોદરા, નર્મદા, સુરત અને તાપી જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

ગરમીમાં ઘટાડો અને ખેડૂતોની ચિંતા
આ કમોસમી વરસાદને કારણે રાજ્યમાં વધી રહેલી ગરમીથી લોકોને આંશિક રાહત મળશે. આગામી દિવસોમાં મહત્તમ તાપમાન ઘટીને 35 થી 37 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા છે. જોકે, બીજી તરફ આ અચાનક બદલાયેલું હવામાન ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યું છે. શિયાળુ પાક અને ઉનાળુ પાકને માવઠાના કારણે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

હવામાન વિભાગે માછીમારો અને ખેડૂતોને સાવચેત રહેવા સૂચના આપી છે. ખાસ કરીને ખેતરમાં કાપણી કરેલો પાક સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવા જણાવાયું છે.