Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : https://bit.ly/Ahmedabad-Gair-Utsav

અમદાવાદમાં મિની રાજસ્થાનના દર્શન: ખાડિયામાં ગેર ઉત્સવની ધૂમ, મોટી સંખ્યામાં લોકો જોડાયા, જુઓ VIDEO

Timeછેલ્લું અપડેટ : 04 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: અમદાવાદનો ખાડિયા વિસ્તાર તેની સંસ્કૃતિ અને પરંપરાઓ માટે જાણીતો છે, ત્યારે આજે આ વિસ્તારમાં રાજસ્થાની સંસ્કૃતિના અનોખા દર્શન થયા હતા. ધૂળેટીના પર્વ નિમિત્તે અમદાવાદમાં વસતા રાજસ્થાની પરિવારો દ્વારા ભવ્ય 'ગૈર ઉત્સવ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને વાતાવરણ રાજસ્થાની રંગે રંગાયું હતું.

App Store

રાજસ્થાની પરંપરાનું આકર્ષણ

ગેર ઉત્સવમાં વિશેષ આકર્ષણ 'ગેર નૃત્ય' રહ્યું હતું. પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને રાજસ્થાની પરિવારોએ હાથમાં લાકડીઓ લઈને ઢોલના તાલે નૃત્ય કર્યું હતું. લાકડીઓના અથડાવાનો અવાજ અને લોકગીતોના સૂરોએ આખાય ખાડિયા વિસ્તારમાં એક અદભુત માહોલ સર્જ્યો હતો. આ ઉત્સવ માત્ર મનોરંજન નહીં, પણ નવી પેઢીને પોતાની માતૃભૂમિની સંસ્કૃતિ સાથે જોડવાનો એક પ્રયાસ છે.

આગેવાનોની મોટી હાજરી

આ કાર્યક્રમની ભવ્યતા એટલી હતી કે તેમાં સ્થાનિક નેતાઓ અને સામાજિક આગેવાનોએ પણ ખાસ હાજરી આપી હતી. હજારોની મેદની વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં સુરક્ષા અને વ્યવસ્થાનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું હતું. રાજસ્થાની પરિવારોએ એકબીજાને ગુલાલ લગાવીને અને ગૈર રમીને આ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.

અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં જ્યારે આવી પરંપરાગત ઉજવણીઓ થાય છે, ત્યારે તે શહેરની વિવિધતા અને એકતાનું પ્રતીક બની જાય છે. આ સમગ્ર કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ ભારે વાયરલ થઈ રહ્યો છે.