Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : High Court gives strict orders to government and police

Ahmedabad news: જો રોંગ સાઈડ વાહન ચલાવ્યું તો હવે ખેર નહીં..., હાઈકોર્ટે સરકાર અને પોલીસને આપ્યા સખ્ત આદેશ

Timeછેલ્લું અપડેટ : 18 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: જો રોંગ સાઈડ વાહન ચલાવ્યું તો હવે ખેર નહીં..., હાઈકોર્ટે સરકાર અને પોલીસને આપ્યા સખ્ત આદેશ
સોર્સ : gstv

શહેર સહિત રાજ્યભરમાં રખડતા ઢોરોના ત્રાસ બિસ્માર રસ્તાઓ, ટ્રાફિક, ગેરકાયદે પાર્કિંગ, રસ્તાઓ અને ફુટપાથ પર લારી-ગલ્લાના દબાણ સહિતના મુદ્દે થયેવી કન્ટેમ્પ્ટ પિટિશનમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને અને ટ્રાફિક -પોલીસ સત્તાવાળાઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે રોંગ સાઈડમાં વાહનો હંકારતા તત્વોના કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે અને નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે,ત્યારે હવે રોંગ સાઈડમાં વાહનો હંકારતા તત્વોને નાથવા તેમના વાહનો જપ્ત કરો અથવા તેમને કાયદાનું ભાન કરાવો તેવી હાઈકોર્ટે ટકોર કરી છે.

App Store

ગુજરાત હાઇકોર્ટ દ્વારા ટ્રાફિક નિયમોના કડક પાલન અંગે અપાયેલી સૂચના બાદ અમદાવાદ પોલીસ સક્રિય બની છે. હાઇકોર્ટની તાકીદને પગલે, અમદાવાદ પોલીસે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી શરુ કરી દીધી છે. ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા વાહનચાલકો સામે લાલ આંખ કરવા અને નિયમોનું ઉલ્લંઘન કરનારના વાહનો જપ્ત કરવા સુધીના પગલાં ભરવા હાઇકોર્ટે તાકીદ કરી છે. 

 ટ્રાફિક પોલીસને કડક કામગીરી કરવા પણ નિર્દેશ આપવામાં આવ્યો

આ ઉપરાંત, એક સપ્તાહ સુધી ટ્રાફિક પોલીસને કડક કામગીરી કરવા પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. જેને લઈને પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને અમદાવાદના એસજી હાઇવે પર રોંગ સાઇડમાંથી આવતા વાહન ચાલકો અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓને દંડ ફટકારવાનું શરુ કર્યું છે.

કન્ટેમ્પ્ટ કેસની સુનાવણી દરમિયાન સરકારપક્ષ તરફથી પોલીસ તંત્ર અને ટ્રાફિક પોલીસ સારી કામગીરી કરી હોવાના દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ હાઈકોર્ટે તેમને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવ્યું કે તમે આ કામ માટે એક્સપર્ટ છો, તો તમે કામ કરીને બતાવોને, અમને નાગરિકોની સુરક્ષા સિવાય કોઈપણ વાતમાં રસ નથી. કાયદો તોડનારા તત્વો વિરુદ્ધ તમે કડકાઈથી કાર્યવાહી નહી કરો તો તમને કંઈ પરિણામ મળશે નહીં. તમારી કામગીરી અસરકારક છે તો પબ્લીક ન્યુસન્સને કચડી શકતી કેમ નથી? કાયદો તોડનાર તત્વો કેમ ફુલે ફાલે છે?

 સરકારપક્ષે જણાવ્યું કે રોંગસાઈડમાં આવતા વાહનચાલકો વિરુદ્ધ પોલીસ FIR નોંધી રહી છે, તેથી હાઈકોર્ટે તરત જ જણાવ્યું કે FIR નોંધાવાથી કંઈ નહીં થાય, રોંગસાઈડ વાહન હંકારી કાયદો તોડતા તત્વોને ઝબ્બે કરવા તેમના વાહનો જપ્ત કરો અને આકરો દંડ ફટકારો. જસ્ટિસ એ.એસ. સુપહીયાએ સરકારને સ્પષ્ટ કર્યું કે તમે અમારા સૂચનો ધ્યાનમાં લો કે ના લો પરતું તમે અસરકારક કામગીરી કરી અને દેખાય એવું રિઝલ્ટ આપો એટલેકે ફળદાયી પરિણામ આપો બસ બીજું કંઈ નહીં. હાઈકોર્ટે સરકાર અને સત્તાવાળાઓને એવી પણ ટકોર કરી કે પોલીસ ટ્રાફિક પોલીસ કે ઓથોરોટી માત્ર એસજી હાઈવે અને સીજી રોડ જ નહીં શહેરના બીજા ઘણા વિસ્તારો છે ત્યાં ધ્યાન કેન્દ્રિત કરે અને એ વિસ્તારોમાં કડકાઈથી કામગીરી કરી બતાવે.

અમદાવાદના નાગરિકોમાં ઉદાસીનતા, ગેરકાયદેસર પાર્કિંગ

હાઇકોર્ટે દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું કે, અમદાવાદીઓમાં સેલ્ફ રેગ્યુલેશન જાળવવામાં ઉદાસીનતા જોવા મળી રહી છે. જજીસ બંગલો, પકવાન ચાર રસ્તા જેવા વિસ્તારોમાં જોવા મળતા ગેરકાયદેસર પાર્કિંગ મુદ્દે પણ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. હાઇકોર્ટમાં બિસ્માર રોડ-રસ્તા અને રોંગ સાઇડ ડ્રાઇવિંગ જેવા મુદ્દાઓ પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.