Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : High Court slams state government and AMC over dilapidated roads and traffic

Gujarat: બિસ્માર રસ્તા- ટ્રાફિક અંગે હાઈકોર્ટ લાલઘૂમ, રાજ્ય સરકાર અને AMCની ઝાટકણી કાઢી

Timeછેલ્લું અપડેટ : 16 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Gujarat: બિસ્માર રસ્તા- ટ્રાફિક અંગે હાઈકોર્ટ લાલઘૂમ, રાજ્ય સરકાર અને AMCની ઝાટકણી કાઢી
સોર્સ : Gujarat Samachar

અમદાવાદ સહિત રાજયભરમાં રખડતા ઢોરો, બિસ્માર રસ્તા, ટ્રાકિક-માર્ગો ફુટપાથ પર ગેરકાયદે પાર્કિંગ મુદ્દે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી કન્ટેમ્પ્ટ પિટિશનમાં મંગળવારે ગુજરાત હાઇકોર્ટે બહુ નારાજગી સાથે રાજય સરકાર અને અમ્યુકો સત્તાવાળાઓ સહિતના સત્તાધીશોનો ઉધડો લેતાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, હાઇકોર્ટના વારંવાર હુકમો છતાં તેનું કોઇ પાલન કે અમલવારી દેખાતી નથી. જો સરકાર અને સત્તાધીશોનો સિસ્ટમ કે પરિસ્થિતિ પર અંકુશના હોય તો પછી કાયદાની અમલવારી બંધ કરાવી દો. જસ્ટિસ એ.એસ.સુપહીયા અને જસ્ટિસ આર.ટી.વાચ્છાણીની ખંડપીઠે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, બસ હવે બહુ થયું. હવે કોઇ સમય કે ઉદારતાની વાત નહી. હાઇકોર્ટ હવે બેજવાબદાર અધિકારીઓ અને સાાવાળાઓ વિરૂદ્ધ ચાર્જફ્રેમ કરશે તે નક્કી છે. 

App Store

બેજવાબદાર અધિકારીઓ અને સાાવાળાઓ વિરૂદ્ધ ચાર્જફ્રેમ કરવાનું હાઇકોર્ટનું મક્કમ વલણ : હવે કોઇ સમય કે ઉદારતાની વાત નહીં

હાઇકોર્ટનો ગરમ મિજાજ પારખીને સરકાર અને અમ્યુકો સત્તાવાળાઓ  ફફડી ઉઠ્યા હતા અને અદાલતને વિનંતી કરવા લાગ્યા હતા જો કે, હાઇકોર્ટે તેમની વિનંતીને ફગાવી સાફ શબ્દોમાં કહ્યું કે, ના હવે બીજી કોઇ વાત નહી, અમે ગુરૂવારે આ મેટર સાંભળશું અને જે કોઇ જવાબદાર અધિકારીઓ કે સત્તાવાળાઓ હશે તેમના વિરુદ્ધ ચાર્જ ફ્રેમ કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, અગાઉ આ કેસની સુનાવણીમાં હાઇકોર્ટે રાજ્ય સરકારને સ્પષ્ટ  શબ્દોમાં જણાવ્યું હતું કે, નાગરિકોના જીવને જોખમમાં મૂકતા અને આડેધડ-વારંવાર નિયમભંગ કરતા કે કાયદો તોડતા તત્વો વિરૂઘ્ધ સખ્તાઇથી અને લોખંડી હાથે કામ લો. લારી- ગલ્લા સહિતના ગેરકાયદે દબાણો, ટ્રાફિકની વિકટ સમસ્યા, ગેરકાયદે પાર્કિંગ, રોંગ સાઇડ ડ્રાઇવીંગ સહિતની સમસ્યાઓ મામલે હાઇકોર્ટમાં કેસની સુનાવણી હોય ત્યારે જ અને તેટલા પૂરતી નહી પરંતુ સતત અને નિયમિત ધોરણે કાયમી નિરાકરણ આવે તે રીતે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરો. અમારે કાયમી સોલ્યુશન જોઇએ છે. સરકારપક્ષ અને અમ્યુકો તરફથી હાઇકોર્ટના હુકમોની અમલવારી અને દબાણો દૂર કરવાથી લઇ ટ્રાફિક સહિતની સમસ્યાઓના નિરાકરણ માટેની ખાતરી આપવામાં આવી હતી. 

પરંતુ આ હૈયાધારણ માત્ર કહેવા પૂરતી જ હતી અને વાસ્તવમાં કોઇ જ પાલન થયુ ન હતું. જેથી શહેરના બિસ્માર રસ્તાઓ, ટ્રાફિકની વિકટ સમસ્યા ખાસ કરીને રોંગ સાઇડ વાહનો ચલાવતા તત્વો વિરૂઘ્ધ કાર્યવાહી કરવામાં સત્તાવાળાઓની બિલકુલ નિષ્ક્રિયતા અને લાલીયાવાડીને લઇ હાઇકોર્ટે આજે સરકાર, ટ્રાફિક સત્તાવાળાઓ અને અમ્યુકોની ઝાટકણી કાઢી હતી.  જસ્ટિસ એ.એસ.સુપહીયાએ જણાવ્યું કે, જુદા જુદા અખબારી અહેવાલો જોતાં અમારા ઘ્યાનમાં આવ્યું છે કે, હાઇકોર્ટના હુકમોની કોઇ જ અમલવારી નથી. 

રોંગ સાઇડ વાહનો ચલાવતા તત્વો છડેચોક કાયદાનું અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે તો તમે શું પગલાં લીધા...? ખરેખર રોંગ સાઇડ વાહન ચલાવનારાઓની સંખ્યામાં ઘટાડો નોંધાવો જોઇએ તેના બદલે તેમાં વધારો થયો છે. એ જ બતાવે છે કે, તમે શું કરી રહ્યા છો. અમે હવે કંઇપણ થાય બેજવાબદાર અધિકારીઓ અને સત્તાવાળાઓ વિરુદ્ધ ચાર્જ ફ્રેમ કરશું તે નક્કી છે. 

જેથી સરકારપક્ષ તરફથી અદાલતને ભારપૂર્વક વિનંતી કરવામાં આવી હતી કે, ચોક્કસપણે અદાલતના હુકમોનું પાલન કરવાનું જ હોય અને અમે બધી વિગતો કોટ સમક્ષ મૂકીશુ પણ સમય આપવામાં આવે. જો કે, હાઇકોર્ટે લાંબી મુદત આપવાનો પણ ઇન્કાર કરી દીધો હતો. હાઇકોર્ટ મેટર ચાર્જફ્રેમ માટે રાખતી હતી પરંતુ સરકાર દ્વારા બહુ વિનંતી કરાતાં હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી ગુરુવારે 17મી જુલાઇએ રાખી છે.