Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Heavy to very heavy rain for next 6 days, red alert in 8 districts of Saurashtra-South Gujarat

હવામાન વિભાગની મોટી ચેતવણી: આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદ, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 8 જિલ્લામાં રેડ એલર્ટ

Timeછેલ્લું અપડેટ : 03 Jul 2026
લાઇવ ટીવીGoogle News
હવામાન વિભાગની મોટી ચેતવણી: આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદ, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 8 જિલ્લામાં રેડ એલર્ટ
સોર્સ : gstv

Gujarat Weather Forecast: રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી 8 જુલાઈ સુધી ધોધમાર વરસાદની આગાહી છે. આજે ગુરુવારે(2 જુલાઈ) 8 જિલ્લામાં રેડ એલર્ટ છે, જ્યારે 3-4 જુલાઈના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ આગામી 6 દિવસ કયા કેવો વરસાદી માહોલ રહેશે.

App Store

આજે 8 જિલ્લામાં રેડ એલર્ટ

હવામાન વિભાગ અનુસાર, 2 જુલાઈના રોજ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, રાજકોટ, અમરેલી, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને દેવભૂમિ દ્વારકા, જામનગર, બોટાદ, આણંદ, પંચમહાલ, છોટા ઉદેપુર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે.

3 જુલાઈએ 19 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

રેડ એલર્ટ: અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ.
ઓરેન્જ એલર્ટ: પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ.
યલો એલર્ટ: દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર.

4 જુલાઈની આગાહી

રેડ એલર્ટ: સુરત, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર.
ઓરેન્જ એલર્ટ: ગીર સોમનાથ, અમરેલી, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, તાપી.
યલો એલર્ટ: પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર.

5 જુલાઈની આગાહી

રેડ એલર્ટ: નવસારી, ડાંગ, વલસાડ.
ઓરેન્જ એલર્ટ: અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી.
યલો એલર્ટ: જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર.