Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Weather: Latest forecast of Meteorological Department; Red alert in 2 districts and orange alert for heavy rain in 10 districts in Gujarat

Weather: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી; ગુજરાતમાં 2 જિલ્લામાં રેડ તો 10માં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ

Timeછેલ્લું અપડેટ : 02 Jul 2026
લાઇવ ટીવીGoogle News
Weather: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી; ગુજરાતમાં 2 જિલ્લામાં રેડ તો 10માં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ
સોર્સ : gstv

Gujarat Weather News : ગુજરાતમાં હવે ચોમાસાની ઝડપ વધવા લાગી હોય તેમ દક્ષિણ ગુજરાત તરફથી એન્ટ્રી કર્યા બાદ હવે ધીમે ધીમે અન્ય જિલ્લાઓ તરફ ચોમાસુ આગળ વધતુ દેખાઈ રહ્યું છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી પ્રમાણે આજે બે જિલ્લામાં રેડ એલર્ટ જ્યારે 10 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ અને 10 જિલ્લામાં હળવા વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

App Store

બે જિલ્લામાં રેડ એલર્ટ

જૂનાગઢ અને ગીર સોમનાથ

10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

પોરબંદર, અમરેલી, ભાવનગર, આણંદ, સુરત, ભરુચ, નવસારી, વલસાડ, ડાંગ, તાપી

10 જિલ્લામાં યલો એલર્ટ

રાજકોટ, બોટાદ, અમદાવાદ, ખેડા, મહીસાગર, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ

અમદાવાદમાં કેવું વાતાવરણ?

આજે ઘણા સમય બાદ અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગઈકાલે મોડી રાતે અમુક ભાગોમાં ઝરમરિયો વરસાદ વરસ્યો હતો પરંતુ હવે આજે મેઘરાજા ધોધમાર બેટિંગ કરે તેવી શક્યતા દેખાઈ રહી છે.