Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Gujarat Weather: Heavy rains hit central-south Gujarat, water flowed on roads in Dahod-Panchmahal, know how many more districts are still forecast to receive rain

Gujarat Weather: મધ્ય-દક્ષિણ ગુજરાતમાં માવઠાનો માર, દાહોદ-પંચમહાલમાં રસ્તા પર પાણી વહ્યા, જાણો હજુ કેટલા જિલ્લામાં છે વરસાદની આગાહી

Timeછેલ્લું અપડેટ : 20 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Gujarat Weather: મધ્ય-દક્ષિણ ગુજરાતમાં માવઠાનો માર, દાહોદ-પંચમહાલમાં રસ્તા પર પાણી વહ્યા, જાણો હજુ કેટલા જિલ્લામાં છે વરસાદની આગાહી
સોર્સ : GSTV

Gujarat Weather: ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે આજે શુક્રવારે(20 ફેબ્રુઆરી, 2026) પંચમહાલ, ગોધરા, દાહોદ, અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં માવઠું થતાં ખેડૂતોમાં ચિંતા છવાઈ છે. આજે રાજ્યના 5 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી છે. 

App Store

5 જિલ્લામાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગ(IMD)ની આગાહી મુજબ, 20મી ફેબ્રુઆરીના રોજ મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે.

પંચમહાલમાં કમોસમી વરસાદનો માર
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થયું છે. જેમાં પંચમહાલના કેટલાક વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદની અસર જોવા મળી છે. જેમાં ગોધરા-ઘોઘંબા તાલુકાના કાંટુ, બોર, દામાવાવ સહિતના ગામડાંઓમં કમોસમી વરસાદ થવાથી ખેડૂતોના પાકને નુકસાનીની ભીતિ છે. 

દાહોદમાં ચોમાસા જેવા દ્રશ્યો
દાહોદ જિલ્લામાં ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા હતા. આજે વહેલી સવારથી દાહોદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં માવઠું થતાં રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. માવઠાંના પગલે શિયાળુ  તથા ઘઉં સહિતના પાકને અસર પહોંચતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.
 
અંકલેશ્વર-હાંસોટ પંથકમાં માવઠું
અંકલેશ્વર-હાંસોટ પંથક સહિતના વિસ્તારોમાં સાંજ બાદ વાતાવરણમાં પલટો આવતાં કમોસમી વરસાદ થયો હતો. જેમાં હાંસોટ તાલુકાના ઈલાવ, સાહોલ, બાલોતા સહિત સુણેવ, ઓભા અને આસપાસના ગામોમાં માવઠું થતાં ખેડૂતો મૂંઝાયા હતા.