Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: Fatal accident on Kim-Olpad highway, Swift car falls into drain, one woman dies, one rescued

VIDEO: કીમ-ઓલપાડ હાઈવે પર ગોઝારો અકસ્માત, સ્વિફ્ટ કાર ગટરમાં ખાબકી, એક મહિલાનું મોત, એકનો બચાવ

Timeછેલ્લું અપડેટ : 20 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: દક્ષિણ ગુજરાતના વ્યસ્ત ગણાતા કીમ-ઓલપાડ સ્ટેટ હાઈવે-65 પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બોલાવ ગામ નજીક આવેલી આર્યમ સ્કૂલના ગેટ પાસે એક સ્વિફ્ટ કાર બેકાબૂ બનીને રોડ સાઈડની ગટરમાં ખાબકી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર બે મહિલાઓ પૈકી એકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે.

App Store

ભૂંડ આડું ઉતરતા અકસ્માત સર્જાયાનું અનુમાન
પ્રાપ્ત માહિતી અનુસાર, કાર સવાર મહિલાઓ બારડોલીની હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ ઓલપાડ તરફ જઈ રહ્યા હતા. પ્રાથમિક અનુમાન મુજબ, ચાલુ કારે અચાનક કોઈ જંગલી ભૂંડ આડું ઉતરતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે કાર ફંગોળાઈને સીધી ગટરમાં જઈ પડી હતી.

સ્થાનિકો દ્વારા બચાવ કામગીરી
અકસ્માત થતા જ બોલાવ સહિતના આસપાસના ગામના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત બાદ કારમાં ફસાયેલી બંને મહિલાઓને બહાર કાઢી હતી. ઘટનાની જાણ થતા કીમ પોલીસ, 112 વાન અને 108ની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક કીમની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી છે. પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી મૃતક મહિલાના પરિવારજનોને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે.