Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Gujarat Weather: 'Western Disturbance' active in Gujarat: Heavy rain forecast for next 48 hours in Saurashtra-South Gujarat

Gujarat Weather: ગુજરાતમાં 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ' સક્રિય: આગામી 48 કલાક ભારે, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

Timeછેલ્લું અપડેટ : 04 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Gujarat Weather: ગુજરાતમાં 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ' સક્રિય: આગામી 48 કલાક ભારે, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
સોર્સ : GSTV

Gujarat Weather: હાલ સમગ્ર ગુજરાતમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એક તરફ બપોરે આકરો તડકો પડી રહ્યો છે, તો બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે, જેના પરિણામે આગામી બે દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે.

App Store

આજે ક્યાં પડશે વરસાદ?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. ખાસ કરીને અમરેલી, ભાવનગર અને ગીર-સોમનાથમાં 'થન્ડર સ્ટોર્મ' એટલે કે ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં પણ વાદળછાયું વાતાવરણ અને વરસાદની શક્યતા છે.

7 એપ્રિલનું ચિત્ર: 11 જિલ્લાઓમાં એલર્ટ આગામી 7 એપ્રિલના રોજ રાજ્યના ઉત્તર અને પશ્ચિમ ભાગોમાં માવઠાની અસર વધુ જોવા મળશે. હવામાન વિભાગે દ્વારકા, જામનગર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, તાપી, નર્મદા અને ડાંગમાં વરસાદની આગાહી કરી છે. આ કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ હોવાથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

ગરમીનો પારો ઉછળશે

રાહતની વાત એ છે કે આ વરસાદી માહોલ લાંબો સમય નહીં ટકે. 8 એપ્રિલ બાદ વાતાવરણ ફરી ચોખ્ખું થશે અને તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે. એટલે કે, માવઠા બાદ ફરી એકવાર કાળઝાળ ગરમી લોકોની મુશ્કેલી વધારશે. આ બદલાતા હવામાનના વીડિયો સોશિયલ મીડિયા પર લોકો સતત શેર કરી રહ્યા છે.