Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Astro Business: How will the stock market perform in the first fortnight of April? Know which sectors will see a boom

Astro Business: એપ્રિલના પ્રથમ પખવાડિયામાં શેરબજારની ચાલ કેવી રહેશે? જાણો કયા સેક્ટરમાં આવશે તેજી

Timeછેલ્લું અપડેટ : 04 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Astro Business: એપ્રિલના પ્રથમ પખવાડિયામાં શેરબજારની ચાલ કેવી રહેશે? જાણો કયા સેક્ટરમાં આવશે તેજી
સોર્સ : GSTV

Astro Business: આજના મોર્ડન યુગમાં જ્યારે શેરબજાર સંપૂર્ણપણે ટેક્નોલૉજી અને વૈશ્વિક સમાચારો પર આધારિત છે, ત્યારે ભારતીય જ્યોતિષશાસ્ત્રનું પણ તેમાં અનેરું મહત્ત્વ રહ્યું છે. બજારની વધઘટ પાછળ માત્ર આર્થિક પરિબળો જ નહીં, પરંતુ ગ્રહોનું ગોચર અને નક્ષત્રોની સ્થિતિ પણ જવાબદાર હોય છે. જાણીતા જ્યોતિષાચાર્ય ડૉ. હેમિલ લાઠિયા દ્વારા તૈયાર કરવામાં આવેલા આ વિશેષ 'એસ્ટ્રો બિઝનેસ' રિપોર્ટમાં આપણે જાણીશું કે 7 એપ્રિલથી 13 એપ્રિલ 2026 દરમિયાન શેરબજાર, ગોલ્ડ-સિલ્વર અને એગ્રી કોમોડિટીમાં કેવી મૂવમેન્ટ જોવા મળી શકે છે.

App Store

મંગળવાર, તા.  07-04-2026,  જ્યેષ્ઠા નક્ષત્ર,  વૃષિક રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી  માહોલ રહેવાની શક્યતા છે.  બજાર સમય બેથી ત્રણ વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી  પડવાની શક્યતા છે. પાવર, ગેસ, ઇન્ફ્રા., લોજિસ્ટિક અને ફાર્મા સેક્ટરના  શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં એરંડા, ચીલી, ગુવાર ગમ, ગુવાર સી઼ડ અને જવ પ્રભાવિત થવાની ધારણા છે

બુધવાર, તા. 08-04-2026  મૂળ નક્ષત્ર, ધન રાશિ
 બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 12 થી 1 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. આઇટી, બેન્ક, ફાયનાન્સ, કન્સલ્ટન્સી અને ફાર્મા સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર અને્ ગોલ્ડ પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા મગ, મરી, મેન્થા. ધાણા અને જીરા પ્રભાવિત થવાની ધારણા છે.
 
ગુરુવાર, તા. 09-04-2026, પૂ.ષા નક્ષત્ર, ધન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં સાધારણ વધઘટ તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1 થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે.  પીએસયુ, ફુડ, ફાયનાન્સ, કન્સલ્ટન્સી અને એફએમસીજી સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે.  મેટલમાં સિલ્વર   પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા  કપાસ, જવ, તલ, મગફળી અને સોયાબીન પ્રભાવિત થવાની ધારણા છે.

શુક્રવાર, તા. 10-04-2026, પૂષ્ય  નક્ષત્ર, ધન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. કેમિકલ, ફિલ્મ, એન્ટરટેઇનમેન્ટ, હોટેલ અને ફૂડ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાંકપાસ, જવ, તલ અને મગફળી પ્રભાવિત થવાની ધારણા છે.

સોમવાર, તા. 13-04- 2026,  ઘનિષ્ઠા નક્ષત્ર. કુંભ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. લોજિસ્ટિક, પાવર, માઇન, ફાર્મા, અને એક્સપોર્ટ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે.  એગ્રી કોમોડિટીમાં પીપર, એરંડા, ગુવાર ગમ, ગુવાર સીડ અને મગફળી પ્રભાવિત થવાની ધારણા છે.


ડૉ. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય

Disclaimer: શેરબજારમાં "રોકાણ કરતાં પહેલા તમારા નાણાકીય સલાહકારની મદદ લો." અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું.