Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : VIDEO: Fire incident in Rajkot, massive fire in rubber vest at Metoda GIDC, plumes of smoke visible 1 km away in the sky

VIDEO: રાજકોટમાં આગનો બનાવ, મેટોડા GIDCમાં રબરના વેસ્ટમાં ભીષણ આગ, આકાશમાં 1 કિમી દૂર સુધી દેખાયા ધૂમાડાના ગોટેગોટા

Timeછેલ્લું અપડેટ : 04 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: રંગીલા રાજકોટના ઔદ્યોગિક હબ ગણાતા મેટોડા GIDC વિસ્તારમાં આજે બપોરના સમયે આગની એક ગંભીર ઘટના સામે આવી છે. મેટોડા GIDC ગેઈટ નંબર-1 પાસે આવેલા રબરના વેસ્ટના જથ્થામાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના કારખાનેદારો અને શ્રમિકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. રબર જેવો જ્વલનશીલ પદાર્થ હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

App Store

1 કિલોમીટર દૂરથી દેખાયા ધૂમાડાના ગોટેગોટા
આગ એટલી ભીષણ હતી કે તેનો કાળો ઘટ્ટ ધૂમાડો આશરે 1 કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટપણે જોઈ શકાતો હતો. રબર બળવાને કારણે વાતાવરણમાં પ્રદૂષણ અને દુર્ગંધ પણ પ્રસરી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડને જાણ કરતા રાજકોટ અને લોધિકા ફાયર સ્ટેશનથી ફાયર ફાઈટરોની ટુકડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી.

ફાયર બ્રિગેડે મોરચો સંભાળ્યો    
ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. રબરના વેસ્ટમાં લાગેલી આગ હોવાથી તેને સંપૂર્ણપણે ઠારવામાં સમય લાગી શકે છે. સદનસીબે, આ ઘટનામાં અત્યાર સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર મળ્યા નથી, જે વહીવટી તંત્ર અને માલિકો માટે રાહતના સમાચાર છે. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણોસર આગ લાગી હોવાનું અનુમાન છે, જોકે ચોક્કસ કારણ તપાસ બાદ જ બહાર આવશે.