Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : Calamity looms in Navsari: Meteorological department alert due to heavy rains in Gandevi, Chikhli and Vansada

VIDEO: નવસારીમાં આફતની હેલી: ગણદેવી, ચીખલી અને વાંસદામાં મુશળધાર વરસાદથી હવામાન વિભાગનું એલર્ટ

Timeછેલ્લું અપડેટ : 02 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નવસારી જિલ્લામાં મેઘરાજાએ થોડા કલાકના વિરામ બાદ ફરી એકવાર ધમાકેદાર ઇનિંગ શરૂ કરી છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કાળા ડિબાન વાદળોની ફોજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. ખાસ કરીને ગણદેવી, ચીખલી અને વાંસદા તાલુકામાં ભારે પવન અને ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે માર્ગો પર પાણી ભરાવવાની શરૂઆત થઈ ગઈ છે અને વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે.હવામાન વિભાગ દ્વારા આગામી સમય માટે નવસારી જિલ્લામાં વરસાદને લઈને ખાસ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.સતત વરસી રહેલા આ ધોધમાર વરસાદને પગલે સ્થાનિક વહીવટી તંત્ર પણ પૂરતી સાવચેતી રાખવા માટે એક્શન મોડમાં આવી ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવધ રહેવા અને ભારે પવનને કારણે બિનજરૂરી બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે. લાંબા વિરામ બાદ શરૂ થયેલી આ મેઘમહેરથી નદી-નાળામાં નવા નીરની આવક થવાની શક્યતા પણ વધી ગઈ છે.

App Store