અમદાવાદ: ગુટકા અને પાન મસાલાની ફેક્ટરીઓ પર GSTના દરોડા, બેનામી વ્યવહારો મળે તેવી શક્યતા
અમદાવાદમાં ઘણી જગ્યા પર GSTના દરોડા પડ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે GST વિભાગની ટીમે વિષ્ણુ પેકેજિંગ અને અન્

અમદાવાદમાં ઘણી જગ્યા પર GSTના દરોડા પડ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે GST વિભાગની ટીમે વિષ્ણુ પેકેજિંગ અને અન્ય પાંચ કંપનીઓને ટેક્સ ચોરી કરવાના મામલામાં 1500 કરોડ રૂપિયાની માંગ કરતી નોટિસ ફટકારી છે, જોકે કંપનીના માલિક દુબઈ ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ચાંગોદરમાં આવેલી વિષ્ણુ પેકેજીંગની ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
ચાંગોદર, અસલાલી, સરખેજ વિસ્તારમાં આવેલી પાન ફેક્ટરીમાં દરોડા
સ્ટેટ GST વિભાગના અધિકારીઓએ ચાંગોદર, અસલાલી, સરખેજ વિસ્તારમાં આવેલી પાન ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા. અમદાવાદ અને તેની આસપાસના ક્ષેત્રોમાં 7 થી 10 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા.ટ
ડાયરીઓ, હવાલા, કાચી ચિઠ્ઠીઓમાં બેનામી વ્યવહારો મળે તેવી શક્યતાઓ
પ્રાથમિક તપાસમાં મોટી માત્રામાં ટેક્સની ચોરી અંગેના દસ્તાવેજો ખાનગી ડાયરીઓ તેમજ કેટલાક હવાલાની એન્ટ્રીઓ પણ મળી આવી છે. દસ્તાવેજ, ખાનગી ડાયરી, કાચી ચિઠ્ઠીઓ ઉપરાંત ઉત્પાદન અને વેચાણના દસ્તાવેજોનું ક્રોસ વેરીફીકેશન શરૂ કરાયું છે.
આ પણ વાંચો: અમદાવાદ:સેન્ટ ઝેવીયર્સ લોયલા ફરી વિવાદમાં, વિદ્યાર્થીનીનું અન્ય રંગનું સ્વેટર શાળાએ ઉતારવી દીધું
GSTના દરોડાથી વેપારીઓમાં ફફડાટ
ગુટકા અને પાન મસાલાના હોલસેલ ડીલરોના નામ પણ GST વિભાગના અધિકારીઓને મળી ગયા છે અને છેલ્લા પાંચ વર્ષમાં કેટલો સપ્લાય કર્યો અને કેટલું વેચાણ કર્યું તેની વિગતો મેળવવામાં આવી રહી છે અને પ્રાથમિક તપાસમાં 10 કરોડની અંદાજિત ટેક્સની ચોરી થઈ હોવાનું જાણવા મળે છે દરોડાની કામગીરી પૂર્ણ થયા બાદ વધુ વિગતો બહાર આવવાની શક્યતાઓ છે






